Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના લાભાર્થી બહેનો નોંધે
જામનગર તા. ૧૦: ગંગાસ્વરૂપા સહાય યોજનાના નિયમોમાં ફેરફાર થયો છે. હવે સહાય સીધી આધાર લિન્ક્ડ ખાતામાં જમા થશે.
જામનગર જિલ્લાના તમામ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થી બહેનો માટે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ગંગાસ્વરૂપા સહાયની પદ્ધતિમાં ફેબ્રુઆરી માસથી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ સહાય અગાઉની જેમ પોસ્ટ ઓફિસના બચત ખાતા એટલ કે ચોપડીવાળા ખાતામાં જમા નહીં થાય, પરંતુ તેના બદલે લાભાર્થીના જે તે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિન્ક હશે તેવા જ ખાતામાં સીધી જમા કરવામાં આવશે.
આ ફેરફારને ધ્યાને લેતા જામનગર જિલ્લાના જે લાભાર્થી બહેનો પાસે હાલમાં માત્ર ચોપડીવાળું પોસ્ટ ઓફિસ બચત ખાતું છે. તેઓએ તે ખાતું તાત્કાલિક પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે કાર્ડવાળા ખાતામં અથવા અન્ય કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવું ફરજિયાત રહેશે. જે લાભાર્થી બહેનો પાસે હજુ સુધી પોસ્ટ પેમેન્ટ બેંકનું ખાતું નથી, તેમણે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી નવું ખાતું ખોલાવી લેવું જોઈએ.
આ ઉપરાંત જે બહેનો પાસે પહેલેથી જ કાર્ડવાળું ખાતું ઉપલબ્ધ છે, તેમણે પણ પોતાની પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને આધાર કાર્ડ ખાતા સાથે યોગ્ય રીતે લિન્ક થયેલું છે કે નહીં તેની ખાતરી કરી લેવી જરૂરી છે.
જો સમયસર આધાર કાર્ડ લિન્ક કરવામાં નહીં આવે અથવા ખાતું આઈપીપીબીમાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો સહાય મેળવવામાં મુશ્કેલી કે વિલંબ થઈ શકે છે. આથી યોજનાનો લાભ અટક્યા વગર સતત મળતો રહે તે માટે જિલ્લાના તમામ લાભાર્થી બહેનોને વહેલી તકે આ જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial