Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂત સાથે ૯૬ લાખની છેતરપિંડીઃ
જામનગર તા. ૧૦: કાલાવડના સોરઠા ગામના ખેડૂત સહિત ૧૮ ખેડૂત પાસેથી તેઓની રૂ।. ૯૬ લાખથી વધુની જણસ ખરીદ્યા પછી કાલાવડના વેપારીએ તેની રકમ ચૂકવી ન હતી. પોલીસમાં થયેલી તેની ફરિયાદના અનુસંધાને આરોપીની ધરપકડ કરી પોલીસે તેના ૯ દિવસના રીમાન્ડ મેળવ્યા છે.
કાલાવડ તાલુકાના સોરઠા ગામના કુલદીપ ગોરધનભાઈ કોઠીયા નામના ખેડૂતે પોતાની સાથે તથા અન્ય ૧૭ ખેડૂત સાથે રૂ।. ૯૬,૯૭,૬૦૧ની ખેતીની જણસ વેચવા માટે મેળવી કાલાવડના કુંભનાથ પરામાં રહેતા દિલીપ નારદભાઈ સાવલીયા નામના વેપારીએ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી.
ઉપરોક્ત ગુન્હાની કાલાવડ ગ્રામ્ય પોલીસે શરૂ કરેલી તપાસમાં આરોપી દિલીપ સાવલીયાની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સને ૯ દિવસના પોલીસ રીમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. આ વેપારીએ રૂ।. ૯૬ લાખથી વધુની રકમની ખેડૂતોની ઉપજને ખરીદી લીધા પછી તેની રકમ ચૂકવવાના બદલે પોબારા ભણી લીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial