Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામા પક્ષે પણ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી
જામનગર તા. ૬: જામનગરના એક વકીલે સપ્તાહ પહેલા લૂંટ તથા માથાકુટ કર્યાની પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પછી ગઈકાલે કોર્ટની ઈમારતમાં આ વકીલને બે શખ્સે ગાળો ભાંડી હત્યાની ધમકી આપ્યાની ફરિયાદ કરાઈ છે. સામા પક્ષના પણ એક શખ્સે ગાળો ભાંડી ધમકી આપ્યાની રાવ કરી છે.
જામનગરના ભાનુશાળી વાડમાં વસવાટ કરતા એડવોકેટ પંકજ અરવિંદભાઈ લહેરૂ નામના યુવાન ગઈકાલે સવારે લાલબંગલા નજીક કોર્ટની ઈમારતમાં પહેલા માળે હતા ત્યારે ત્યાં ધસી આવેલા ફારૂક હુશેનભાઈ હદીયા અને અલ્તાફ સત્તારભાઈ આંબલીયાએ તેઓને રોકી લીધા હતા.
એકાદ સપ્તાહ પહેલા પંકજભાઈએ પોલીસમાં અલ્તાફ આંબલીયાના ભાઈ સામે માથાકુટ કરવા અને લૂંટ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ પાછી ખેંચી લઈ સમાાધાન કરવાનું કહી આ બંને શખ્સે ગાળો ભાંડી ધક્કા માર્યા હતા અને તારી હત્યા કરી નાખવી છે તેવી ધમકી આપી હતી તેવી ફરિયાદ સિટી એ ડિવિઝનમાં પંકજભાઈએ નોંધાવી છે.
તે ફરિયાદની સામે લંઘાવાડના ઢાળીયા પાસે ગેરેજ ચલાવતા ફારૂક હુશેનભાઈ ઓડીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ ગઈકાલે લાલબંગલા પાસે કોર્ટ બિલ્ડીંગમાં પ્રથમ માળે લોબીમાં મળી ગયેલા વકીલ પંકજ લહેરૂએ ફારૂક તથા તેની સાથે રહેલા અલ્તાફ આંબલીયાને ગાળો ભાંડી પતાવી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial