Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં વોટ્સએપ પર વર્લીનું બેટીંગ લખાવતો ઝડપાયોઃ સાગરિતનું નામ આપ્યુ

ઓખામાંથી તીનપત્તી રમતા બે મળી આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: ઓખાના બરમાસેલ કવાર્ટર પાસેથી બે શખ્સ ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાયા છે. દ્વારકા શહેરમાંથી એક શખ્સ વર્લીનું બેટીંગ લખાવતો મળી આવ્યો છે. તેણે કપાત લેતા શખ્સનું નામ આપ્યું છે.

ઓખામાં આવેલા બરમાસેલ કવાર્ટર નજીક વસીલા ચોકમાં ગઈકાલે સવારે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા શક્તિસિંહ સુજાનસિંહ ભાટીયા, દેવ કિરણભાઈ ચૌહાણ નામના બે શખ્સને ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા શહેરમાં રાવળા તળાવ પાસે ગઈકાલે સાંજે મોબાઈલમાં વોટ્સએપ પરથી વર્લીના આંકડા લખાવતા સોમભા નાગાજણભા કેર નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. તેના કબજામાંથી રૂ.૧૧૩૦૦ રોકડા, રૂ.૧૦ હજારનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સે પોતાની પાસેથી મોબાઈલ પર કપાત લેતા જયસિંહ મનુભા કેરનું નામ આપ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh