Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, મેયર, ધારાસભ્યો, જિ.પં. પ્રમુખ સહિતના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિતઃ
જામનગર તા. ૧૦: જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથેની સકંલન બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રભારીમંત્રી સમક્ષ જિલ્લાના વિવિધ આયોજનના કામો અને યોજનાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો.
રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગરમાં જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે વિસ્તૃત સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર કેતન ઠાકરે પ્રભારી જિલ્લાના વિવિધ આયોજનના કામો અને યોજનાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યોહતો. કલેક્ટરે કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પાક પરિસ્થિતિ અને જિલ્લાના વર્તમાન વાવેતર વિસ્તારની સ્થિતિ, રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની પ્રગતિ, 'સુજલામ સુફલામ જળ અભિયાન' અને 'કેચ ધ રેઈન ર.૦' અંતર્ગત થયેલી જળ સંરક્ષની કામગીરી, મનરેગા યોજનાની અસરકારક્તા અને જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે થયેલી જળ સંરક્ષણની શામગીરી, મનરેગા યોજનાની અસરકારક્તા અને જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે થયેલી પ્રગતિ, વહીવટી સુધારણા અંગેની કામગીરી, અનઅધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશ, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન અભ્યાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રએ કરેલ સરાહનીય કામગીરી તેમજ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી.
મંત્રી મોઢવાડિયાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલ સઘન કામગીરીને બિરદાવી હતી અને બાકી રહેલા વિકાસલક્ષી કાર્યોને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.
આ સંકલન બેઠકમાં સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, મૈયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર, ધારાસભ્યો સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, આગેવન ડો. વિનુભાઈ ભંડેરી અને શ્રીમતી બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial