Advertisement
Author: નોબત સમાચાર

ટેરિફવોર વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ...!!

તા. ૦૧-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સના નામે રશીયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી, ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ અને છેલ્લે પાકિસ્તાન સાથે તેના ઓઈલ ભંડારોને અમેરિકા દ્વારા વિકસાવવાની ડિલ કરતા તેની નેગેટીવ અસરે ગત સપ્તાહે ઘટાડા બાદ ભારતથી થતી સ્માર્ટફોન, સેમી - કન્ડકટર્સ, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજો અને ફાર્માસ્યુટિકલ્સની આયાતો પર હાલ તુરત ટેરિફ નહીં લાદવામાં આવ્યાના અહેવાલોએ આજે સપ્તાહના પ્રથમ દિવસે નીચા મથાળેથી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૭%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૬૦% અને નેસ્ડેક ૨.૨૪% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૯% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૯ અને વધનારની સંખ્યા ૧૭૧૩ રહી હતી, ૧૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, યુટિલિટી અને પાવર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ભારત ઇલેક્ટ્રોનિક, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, અદાણી પોર્ટસ, રિલાયન્સ લિ. અને આઈટીસી લિ. જેવા શેરો ૧.૫૦% થી ૦.૮૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ઈન્ફોસીસ લિ., ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, એક્સીસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને પાવર ગ્રીડ કોર્પોરેશન જેવા શેરો ૦.૫૦% થી ૦.૦૧% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૯૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૦,૨૯૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૯૩૯૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૦૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૦૦,૨૬૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૦,૫૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૦,૯૯૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૦,૫૭૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૪૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૦,૯૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં બજારમાં તેજી મુખ્યત્વે ઔષધિ, આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં જોવા મળી શકે છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ડિફેન્સિવ સેક્ટર્સ જેવી કે ફાર્મા અને એફએમસીજીમાં રોકાણકારોની રુચિ વધી રહી છે. સાથે જ,આઈટી ક્ષેત્રમાં કરારની જાહેરાતો અને સુધરતી રૂપિયા સ્થિતિથી આ ક્ષેત્ર માટે સહારો મળી શકે છે.

બીજી બાજુ, મેટલ્સ, ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘટાડાની સંભાવના છે, કારણ કે ચીન તરફથી ઓછી માંગ અને વૈશ્વિક ધક્કાઓ મેટલ્સ સેક્ટરને દબાવે છે, જ્યારે ઓટો સેક્ટર પર ઘટાડતી ડિમાન્ડ અને ઈનપુટ ખર્ચનો દબાણ છે. રિયલ એસ્ટેટમાં વ્યાજદર વધવાની શક્યતા તેમજ લોકલ લેવલની નીતિ અસ્પષ્ટતાનો અસર પડી શકે છે. કુલ મળીને, સ્થિર આવક અને નિકાસ આધારિત સેક્ટર્સે સારી કામગીરી આપવાની શક્યતા છે, જ્યારે કાપિટલ ઇન્ટેન્સિવ સેક્ટર્સ દબાણ હેઠળ રહી શકે છે.

બજારની ભાવિ દિશા.... મિત્રો અમેરિકા દ્વારા ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી ભારતમાંથી આવતા માલ પર ૨૫% ટેક્સ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જેનાથી વિશ્વભરના બજારો અને રોકાણકારોને એક આંચકો આવ્યો છે. આ પગલાથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે. ઉપરાંત, તે ભારતના આર્થિક વિકાસ દર, નિકાસ વ્યવસાય અને કંપનીઓની કમાણીને અસર કરી શકે છે. ટેરિફ લાદવાની જાહેરાત રિઝર્વ બેંક માટે નવા પડકાર સમાન છે. આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સક્સના મત મુજબ જો અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આ ટેરિફ મોટી અસર દર્શાવવાનું શરૂ કરે છે, તો ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવાનું દબાણ આવી શકે છે. નોમુરાના મત ે, ઓગસ્ટમાં જ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની સંભાવના છે.

અમેરિકાએ ભારત પર ઊંચો ટેરિફ લાદતા શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા તરફી વલણ અને અસ્થિરતાની શક્યતા પ્રબળ બની હોવાનું વૈશ્વિક બ્રોકરેજ હાઉસોએ જણાવ્યું હતું. ગોલ્ડમેન સક્સના મત મુજબ આ ટેરિફની સીધી અસર ઓછી હોઈ શકે છે, પરંતુ તે સમગ્ર બજારના વાતાવરણ અને વિદેશી રોકાણકારોના વિશ્વાસ પર નકારાત્મક અસર કરી શકે છે. ગોલ્ડમેને ૨૦૨૫ અને ૨૦૨૬ માટે કંપનીઓની કમાણીમાં ૧૨% અને ૧૪% વૃદ્ધિનો અંદાજ જાળવી રાખ્યો છે, પરંતુ તેમાં ઘટાડાનું જોખમ પણ છે. નોમુરાના મતે, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો હાલમાં સીધી અસર કરશે નહીં, પરંતુ જો તેમના પર અલગ ટેરિફ લાદવામાં આવશે, તો તેમના નફા પર અસર થઈ શકે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh