Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૭-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ-હમાસ વચ્ચે શાંતિના સંકેતો મળતા તેમજ સ્થાનિક સ્તરે જીએસટીમાં ઘટાડો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ખરીદી, કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસર તેમજ અમેરિકા સાથે ભારતના ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના સંકેતોએ ગઈકાલે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
પરંતુ ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર વકરવાના એંધાણ મુજબ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈના પર ૧૦૦% ટેરિફ લાદ્યા બાદ તેમાં નરમીના તાત્પુરતા સંકેત આપ્યા હતા, ત્યાર બાદ ફરી ચાઈનાને ભીંસમાં લેવા વેપાર અંકુશો અને પ્રતિબંધના શસ્ત્ર ઉગામી બન્ને દેશો વચ્ચે ટ્રેડ વોરને લઈ અનિશ્ચિતતાને કારણે આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૫%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૬૩% અને નેસ્ડેક ૦.૪૭% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૫ અને વધનારની સંખ્યા ૧૨૪૯ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, ઓટો, એનર્જી, હેલ્થકેર અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૩૧,૦૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૩૧,૬૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૩૧,૦૨૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૮૨૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૩૧,૬૭૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૬૮,૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૬૯,૨૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૬૭,૦૦૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૫૮૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૬૯,૨૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
જેએસડબ્લ્યૂ સ્ટીલ (૧૧૭૧) : આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૩૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૨૦૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
એચડીએફસી બેન્ક (૯૭૬) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૯ થી રૂ.૯૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
જેએસડબ્લ્યુ એનર્જી (૫૪૬) : રૂ.૫૨૩ નો પ્રથમ તેમજ રૂ.૫૧૭ બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
કલ્યાણ જ્વેલર્સ ( ૪૮૭ ) : જેમ્સ, જ્વેલરી એન્ડ વોચ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૭ થી રૂ.૫૦૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૪૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, સપ્ટેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસો દ્વારા કેશ હોલ્ડિંગમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં, કુલ કેશ રિઝર્વ હજુ પણ ઊંચા સ્તરે જળવાયેલ છે. જે દર્શાવે છે કે ફન્ડ મેનેજરો વર્તમાન વોલેટાઈલ અને અસ્પષ્ટ બજાર પરિસ્થિતિ સામે સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. બજારના વેલ્યુએશન ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચા હોવાથી ફન્ડો તાત્કાલિક નવા મોટા રોકાણ કરતાં યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. કેશનું આ સ્તર બતાવે છે કે ફન્ડ હાઉસો અચાનક ઘટાડા સમયે ખરીદી માટે તૈયાર છે, જે માર્કેટમાં ડાઉનસાઈડ રિસ્કને મર્યાદિત કરી શકે છે. ટૂંકા ગાળામાં બજારમાં હળવી વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે, પરંતુ આ સાથે જ આ સાવચેતી લાંબા ગાળાના રોકાણકારો માટે તકો પણ ઉભી કરે છે.
આ પરિસ્થિતિમાં ભારતીય શેરબજારની ભાવિ દિશા મધ્યમ ગાળામાં સ્થિર પરંતુ પસંદગીયુક્ત તેજી તરફ સંકેત આપે છે. ફન્ડ હાઉસો હાલ કમાણીમાં વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં અને વાજબી વેલ્યુએશનવાળા શેરોમાં રોકાણ વધારવાની તૈયારીમાં છે. અમેરિકી ટેરિફ નીતિ અને ભૌગોલિક રાજકીય અશાંતિ વચ્ચે પણ ભારતની આંતરિક અર્થવ્યવસ્થા મજબૂત રહી છે, જેના કારણે ઈક્વિટી ફન્ડો માટે રિસ્ક-રિવોર્ડ બેલેન્સ અનુકૂળ બની શકે છે. જો આગામી ત્રિમાસિકમાં અર્નિંગ્સ ગ્રોથ સકારાત્મક રહે અને વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર બને, તો ફન્ડ હાઉસો પોતાના કેશ હોલ્ડિંગ ધીમે ધીમે બજારમાં રોકશે, જે ભારતીય શેરબજારમાં નવી તેજીનો આરંભ કરી શકે છે.