Advertisement
Author: નોબત સમાચાર

લદાખની ૬૨૪૮ મીટર ઊંચા અજાણ્યા શિખર પર જામનગરના નચિકેતાની ટીમે કર્યું આરોહણઃ રેકોર્ડ

માર્ગ જ નથી અને કોઈ હજુ સુધી પહોંચ્યુ નથી તેવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર સિંચાઈ વિભાગમાં મદદનિશ ઈજનેર (ક્લાસ-૨) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ પોતાની ટીમ સાથે ઝંસ્કાર, લદ્દાખ ક્ષેત્રમાં ૬૨૪૮ મીટર ઊંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો છે. આ શિખર પર આજ દિન સુધી કોઈ ચઢ્યું નથી. હિમાલયન અભિયાનના ઇતિહાસમાં આ એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન રેકોર્ડ છે. આ અભિયાન કોઈ પણ બાહૃા સહાયતા, ગાઈડ કે કુકની મદદ વગર છ સભ્યોની ટીમ દ્વારા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ થયું.

ટીમે સતત ૧૩ દિવસ સુધી હિમવર્ષામાં ટકી રહેવું પડ્યું હતું. અતિશય ઠંડી, ઊભા ખડકાળ ઢાળો, અને શિખર સર કરવાના દિવસે પણ ૫ થી ૬ ફૂટ જેટલી બરફની પરિસ્થિતિનો સામનો કર્યો. આ કઠોર પરિસ્થિતિઓને કારણે ત્રણ સભ્યોને પાછા ફરવું પડ્યું, જ્યારે બાકીના સભ્યોએ અદ્દભુત હિંમત અને સાહસ બતાવી શિખર સર કર્યું.

આવા અજાણ્યા શિખરો માટેની આરોહણ પહેલાંની તૈયારી, વિગતવાર પ્લાનિંગ અને શિખર અંગેનું રિસર્ચ અભિયાનને સફળ બનાવવામાં અનિવાર્ય બની રહે છે. અનામી પર્વત પર પ્રથમ વખત સર કરનાર ટીમ દ્વારા તેનું નામાંકરણ કરાતુ હોય છે તે પ્રથા ને આગળ ધપાવતા જામનગરના નચિકેતા ગુપ્તા અને તેમની ટીમે આ પર્વતનું નામ માઉન્ટ તારા આપ્યું છે. આ નામ આસ્થા, આધ્યાત્મિક શક્તિ અને દિવ્ય ઊર્જાનું પ્રતિબિંબ છે.

આ પ્રયાસ સાબિત કરે છે કે ભારતીય પર્વતારોહકોમાં હિમાલયન શિખરો સર કરવા માટેનું સાહસ, તકનીકી કુશળતા અને અડગ ઈચ્છાશક્તિ મોજુદ છે.

અસાધારણ ટીમવર્ક અને સંકલ્પ સાથે, નચિકેતા અને તેમની ટીમે કઠિન ભૌગોલિક અને કપરી આબોહવાની પરિસ્થિતિઓને પાર પાડીને આધુનિક ભારતીય પર્વતારોહણમાં એક વિશ્વસ્તરીય પ્રથમ સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતાના અરિત્રા ચેટર્જીએ આ ટીમની આગેવાની કરી હતી.

આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર ગુજરાત અને જામનગર માટે વિશેષ ગૌરવનો વિષય બની રહે છે, જે નવી પેઢીને પ્રેરણા પૂરી પાડે છે કે જ્યાં માર્ગ નથી ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ. માઉન્ટ તારાનું સફળ આરોહણ માનવ સહનશક્તિ, એકતા અને દુનિયાના સૌથી પડકારજનક આબોહવાની મર્યાદાઓને પડકારવાની લાગણીનું પ્રતીક છે. તેવું નચિકેતા ગુપ્તા જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh