Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનસિક બીમારીનો ભોગ બન્યા હોવાનું જાહેર કરાયું:
જામનગર તા. ૧૯: કાલાવડની પટેલવાડીમાં રહેતા એક યુવાન ચારેક સપ્તાહ પૂર્વે પોતાના ઘરેથી ખેતરે જવા નીકળ્યા પછી લાપત્તા બની ગયા છે. પોલીસે તેઓનું વર્ણન તથા ફોટો મેળવી તપાસ શરૂ કરી છે.
કાલાવડ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કેવીનભાઈ મનસુખભાઈ અકબરી નામના આસામીએ પોતાના પિતાના મામાના દીકરા અને કાલાવડમાં પટેલવાડીમાં રહેતા અશોકભાઈ રવજીભાઈ ગધેથરીયા ઉર્ફે કાનાભાઈ (ઉ.વ.૪૮) નામના યુવાન ગઈ તા.૧પ ફેબ્રુઆરીની સવારથી ગુમ થયાની પોલીસને જાણ કરી છે.
માનસિક બીમારીથી પીડાતા અશોકભાઈ ૧પ ફેબ્રુઆરીએ સવારે છએક વાગ્યે પોતાના ઘરેથી ખેતરે જવા માટે નીકળ્યા પછી લાપત્તા બન્યા છે. પરિવારે તમામ સંભવિતઃ સ્થળે શોધ કર્યા પછી પણ અશોકભાઈનો પત્તો નહીં લાગતા કાલાવડ શહેર પોલીસને જાણ કરાઈ છે. ઉપરોક્ત યુવાન સાડા પાંચ ફૂટની ઉંચાઈ ધરાવે છે, છેલ્લે તેઓએ કાળુ પેન્ટ તથા કાળા રંગનો ચેક્સવાળો શર્ટ ધારણ કરેલો હતો. જાણકારી ધરાવતા વ્યક્તિએ જમાવાર વી.ડી. ઝાપડીયા-૬૩૫૯૬ ૨૭૮૭૧, ૮૩૨૦૮ ૦૮૦૫૮નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial