Advertisement
Author: નોબત સમાચાર

સંયુકત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદે પાકિસ્તાનને જ તતડાવ્યુઃ સત્તાવાર ઠરાવ નહીં થતા મોટો ઝટકો

પાકિસ્તાને નફ્ફટાઈથી કાશ્મીર રાગ આલોપ્યો, અંતે વિકટીમ કાર્ડ ખેલ્યુ, પણ સફળ ન થયુ

                                                                                                                                                                                                      

જીનીવા તા. ૦૬: કાશ્મીર સહિતના મુદ્દે યુનોમાં પાક.ની કાગારોળ છતાં તેની આબરૂનું ધોવાણ થઈ ગયું છે. યુએનએસસીમાં પાકિસ્તાન ખુદ ફસાઈ ગયું છે. સુરક્ષા પરિષદે લબલબાવી નાખ્યું છે. સુરક્ષા પરિષદે સવાલોનો મારો ચલાવતા પાકિસ્તાનને પરસેવો વળી ગયો છે.

ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું દરેક પગલું તેના માટે મોંઘુ સાબિત થઈ રહૃાું છે. તાજેતરનો કિસ્સો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકનો છે, જ્યાં પાકિસ્તાન મદદ માંગવા ગયું હતું પરંતુ સુરક્ષા પરિષદે પાકિસ્તાનને ઠપકો આપ્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ પાકિસ્તાનને કડક પ્રશ્નો પૂછયા અને પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદારી નક્કી કરવા કહૃાું. યુએનએસસીની બેઠકમાં સભ્યોએ પાકિસ્તાનને પૂછયું કે શું લશ્કર-એ-તૈયબા પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ છે કે નહીં. ?

વાસ્તવમાં પાકિસ્તાન પહેલગામ આતંકવાદી હુમલાના બહાને એવું બતાવવાનો પ્રયાસ કરી રહૃાું છે કે ભારત તેના પર હુમલો કરવા માંગે છે. જોકે, સુરક્ષા પરિષદે પાકિસ્તાનના આ દલીલને ફગાવી દીધી અને તેના બદલે હુમલામાં લશ્કર-એ-તૈયબાની ભૂમિકા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું.

સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી અને તેના માટે જવાબદારીની પણ માંગ કરવામાં આવી હતી. કેટલાક સભ્યોએ ખાસ કરીને એ હકીકત પર પ્રશ્નો ઉઠાવ્યા કે પહેલગામમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછયા પછી નિશાન બનાવવામાં આવ્યા હતા. સભ્યો દ્વારા પણ આની સખત નિંદા કરવામાં આવી હતી.

પાકિસ્તાનના અનુરોધ પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક ( ક્લોઝ ડોર મિટિંગ ) યોજાઇ હતી. જોકે બેઠક પછી કોઈ નક્કર પરિણામ ન આવતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. દોઢ કલાક સુધી થયેલી મિટિંગમાં કોઈ જ સત્તાવાર પ્રસ્તાવ પસાર થયો નહીં. આટલું જ નહીં બેઠક પછી કોઈ સત્તાવાર નિવેદન પણ જાહેર થયું નહીં. તે પછી પાકિસ્તાનની ફરી આંતરરાષ્ટ્રીય ફજેતી થઈ છે.

જોકે પાકિસ્તાનના પ્રતિનિધિનો દાવો છે કે આ બેઠક થઈ એ જ મોટી વાત કહેવાય! સુરક્ષા પરિષદની બેઠકમાં પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી. આટલું જ નહીં પાકિસ્તાને ભારત પર એકતરફી કાર્યવાહી અને આક્રમકતા બતાવવાનો આરોપ લગાવ્યો.

અન્ય દેશો સામે પાકિસ્તાને મગરના આંસુ વહાવી કહૃાું કે અમે સંઘર્ષ નથી ઈચ્છતા પરંતુ ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરવા માટે તૈયાર છીએ. પાકિસ્તાને આ બેઠકમાં સિંધુ સંધિ અને કાશ્મીરનો મુદ્દો પણ ઉછાળ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પહેલગામ હુમલા પછી પાકિસ્તાન ભારતથી સંપૂર્ણપણે ડરી ગયું છે. તેને વિશ્વાસ છે કે વહેલા કે મોડા ભારત તેનો બદલો લેશે. ૨૬ લોકોનાં મોતનો બદલો પાકિસ્તાનને ધૂળ ચટાવશે. આ જ કારણ છે કે પાકિસ્તાન હવે ગભરાટની સ્થિતિમાં છે. કયારેક તે યુદ્ધની ધમકી આપે છે તો કયારેક કાશ્મીર વિશે રડે છે. કયારેક તે દુનિયાને ભારત તરફથી સંભવિત હુમલાથી બચાવવા માટે અપીલ કરે છે.

બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરનો જૂનો રાગ છેડ્યો છે. એટલું જ નહીં, તેણે કાચિંડાની જેમ પોતાનો રંગ બદલ્યો અને કહૃાું, સાહેબ અમને શાંતિ અને વાતચીત જોઈએ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ કહૃાું હતું કે ભારત તેમના પર હુમલો કરી શકે છે.

પાકિસ્તાને યુએનએસસીમાં પણ આખી દુનિયાને છેતરી અને પહેલગામ આતંકવાદી હુમલા અંગે ભારતના આરોપોને નકારી કાઢયા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા. બેઠકમાં પાકિસ્તાન દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પાકિસ્તાને કહૃાું કે આ કરાર કાયદેસર રીતે બંધનકર્તા છે અને સિંધુના પાણીને રોકવાને આક્રમણ ગણવામાં આવશે. પાણી કોઈ શસ્ત્ર નથી. ચીન સિવાય યુએનએસસીનો એક પણ સભ્ય પાકિસ્તાનના સમર્થનમાં નહોતો તેમ પાકને ઝટકો લાગ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh