Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'વન નેશન વન ઈલેકશન' સંદર્ભમાં
જામનગર તા. ૧૭: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૪૭માં વિકસીત ભારતના સંકલ્પ સાથે દેશ આગળ ધપી રહ્યો છે ત્યારે 'વન નેશન-વન ઈલેકશન' અંગે લોકોમાં જાગૃતિ આવે અને તેનો સાચો અર્થ લોકો સમજી શકે તેવા શુભ હેતુથી ૭૭-જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય અને રાજયના કૃષિ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વિધાનસભા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન જામનગર ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમે ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરતા જણાવેલ કે 'વન નેશન-વન ઈલેકશન' એ માત્ર ચૂંટણીઓનું સંકલન નથી, પણ દેશના સમય, સંપત્તિ અને તંત્રની કાર્યક્ષમતા વધારવાનું એક ક્રાંતિકારી પગલું પણ છે તેમ જણાવી આ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી, માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા તથા આ વિસ્તારના આગેવાનો, સામાજિક આગેવાનો, વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial