Advertisement
Author: નોબત સમાચાર

છોટી કાશીના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂનના ૬૧ વર્ષ પૂર્ણ

આવતીકાલે અખંડ રામધૂનનો ૬૨મા વર્ષમાં મંગલ પ્રવેશ

                                                                                                                                                                                                      

જામનગર તા.  ૩૧: જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં ૬૧ વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. આ અખંડ રામ નામ જાપ તા. ૧-૮-૨૦૨૫ ના પાવન દિવસે ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. આ અવસરે આવતીકાલે ઉત્સવ મનાવવામાં આવશે. જેમાં સંધ્યા આરતી સાંજે ૭:૩૦ વાગ્યે ૫૧ દિવાની મહાઆરતી સાથે થશે. આ અખંડ રામધૂનનો મંગલમય પ્રારંભ પ્રેમભિક્ષુજી મહારાજે તા. ૧-૮-૧૯૬૪ ના કર્યો હતો, તે પછી આજ દિન સુધી રામધૂન અવરિત રહી છે. ગમે તેવા સંજોગો હોય, ભૂકંપ, વાવાઝોડું, કોરોના જેવી મહામારીમાં પણ આ અખંડ રામધૂન બંધ રહી નથી. અહીં દેશ-વિદેશથી પણ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh