Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
જામનગર તા. ૧૨: જામનગરના ઈસ્કોન મંદિરમાં તા. ૨૭ ફેબ્રુઆરીથી શ્રીમદ્ ભાગવત કથામૃતનું આયોજન થયું હતું. તેનું તા. ૩ માર્ચ ગૌર પૂર્ણિમાના દિવસે ભવ્ય ગૌર આરતી, સંકીર્તન, છપ્પન ભોગ, ગૌર કથા, બાળકોના ડ્રામા અને પ્રસાદમ્ દ્વારા ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. ભાગવત કથામૃતનું રસપાન ભરૂચથી પધારેલ ચૈતન્ય મહાપ્રભુજી દ્વારા કરવામાં આવેલ. કથામૃતનું રસપાન અને પ્રસાદનો દરરોજ ૧૦૦૦થી વધુ નગરજનોએ લાભ લીધો. પૂર્વ મેયર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને સાંસદ પૂનમબેન માડમનો સહયોગ સાથેનો સંદેશ મળ્યો હતો.
આ કાર્યક્રમન સફળ બનાવવા માટે ઈસ્કોન જામનગરના પ્રમુખ મુરલીધર દાસ તથા રમારમણદાસ, ભક્તિ સિદ્ધાંતદાસ, એડવોકેટ દિલીપભાઈ ભોજાણી તથા અન્ય કમિટીઓના ભક્તજનો, માતાજી અને પ્રભુજીઓ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. પૂર્ણાહુતિમાં મંદિરનું પરિસર ટૂંકં પડયુ એટલા નગરવાસીઓ ઉમટયા હતા. અંતિમ દિવસે ૧૫૦૦થી વધુ નગરવાસીઓએ શ્રવણ, કીર્તન અને પ્રસાદનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial