Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક ગરબી મંડળોએ મુખ્યમંત્રીની સૂચનાનુસાર રાત્રે ૧૧ વાગ્યે ઓપરેશન સિંદૂરનો ગરબો ગાયો
જામનગર તા. ર૯: જામનગર શહેર અને જિલ્લામાં ગત્રાત્રે પડેલા વરસાદને લઈને રર અર્વાચીન સહિત મોટાભાગના ગરબાના આયોજનો રદ્દ થયા હતાં. નાની ગરબી મંડળના આયોજનમાં પણ વરસાદ વેરી બન્યો હતો અને અનેક ગરબી ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતાં. નાની ગરબીમાં ચાલુ વરસદો દોડધામ થઈ હતી. કેટલાક ગરબી મંડળના સંચાલકોએ વરસતા વરસાદે પણ ઓપરેશન સિંદૂરની થીમ પરનો ગરબો ગાઈને રાજ્ય સરકારનું સૂત્ર સાર્થક કર્યુ હતું.
ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોની સાથે-સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ખાસ કરીને મોટાભાગે નવરાત્રિના આયોજન માટે વરસાદ વેરી બન્યો હતો. જામનગર જિલ્લામાં રર જેટલા અર્વાચીન રાસ મહોત્સવ યોજાઈ રહ્યાં છે, જ્યારે ૭પ૦ થી વધુ શેરી-ગલીઓમાં નાની ગરબી યોજાઈ રહી છે, ત્યાં ગઈકાલે રાત્રે વરસાદ વેરી બનીને ત્રાટક્યો હતો, અને મોટાભાગના આયોજનો રદ્દ થયા હતાં.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અર્વાચીન મનાતી અર્બન સહિતની રર જેટલી કોમર્શિયલ ગરબીના આયોજનો ગઈકાલે રાત્રે રદ્દ થઈ ગયા હતાં. સમગ્ર જિલ્લામાં પડેલા તોફાની વરસાદના કારણે આયોજકોને એકાએક દોડધામ કરવી પડી હતી.
રાત્રિના ૯.ર૦ પછી એકાએક હવામાનમાં પલટો આવ્યા પછી ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેથી ગરબી મંડળના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતાં અને લાઈટીંગ, મંડપ તેમજ ખાસ કરીને સાઉન્ડ સિસ્ટમને બચાવવા માટે આયોજકોએ ભારે કવાયત કરવી પડી હતી. મોટા આયોજકોએ માત્ર મોાબાઈલના સહારે માતાજીની આરતી કરીને ગઈકાલે નોરતું પુર્ણ કરવાનો વારો આવ્યો હતો.
તે જ રીતે શેરી ગલીમાં યોજાતી નાની બાળાઓની ગરબીઓ કે જેમાં રાત્રિના નવા વાગ્યાથી મોટાભાગના સ્થળે ગરબી શરૂ થઈ હતી, પરંતુ સાડા નવ વાગ્યા બાદ તૂટી પડેલા વરસાદના કારણે અનેક ગરબીમાં દોડધામ થઈ હતી અને બાળાઓને સહી સલામત રીતે તેઓના ઘેર પહોંચાડી દેવા માટે ગરબી મંડળના સંચાલકો દ્વારા કવાયત કરવાનો વારો આવ્યો હતો. જ્યારે કેટલાક ગરબીમંડળના સંચાલકોએ આસપાસના વિસ્તારના એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના સ્થળો પર બાળાઓને સ્થળાંતર કરીને ત્યાં માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યે ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા યોજવા નિર્ણય લેવાયો હોવાથી જામનગર શહેર જિલ્લાના અનેક ગરબા મંડળના સંચાલકો દ્વારા તેની સંપુર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જો કે, મોટાભાગના સ્થળોએ ગરબીનું એક દિવસનું આયોજન રાખવું પડ્યું હતું. પરંતુ કેટલાક ગરબી મંડળના સંચાલકો દ્વારા આસપાસના વિસ્તારના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા તો અન્ય સ્થળોએ સલામત રીતે રહીને ઓપરેશન સિંદૂરની થીમવાળો ગરબો ગાઈને હાથમાં તિરંગા ફરકાવી સરકારના ઓપરેશન સિંદૂરની થીમ સાથેના ગરબાનું સૂત્ર સાર્થક કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial