Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ નિર્ધારિત તારીખોમાં આંશિક બદલાયેલા માર્ગે દોડશે

બારાબંકી-ગોંડા સહિતના સ્ટેશનો પર ટ્રેન નહીં જાયઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૯: ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ પાસે આવેલા બ્રિજ સંખ્યા ૧૧૦ પર નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીના કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેન સંખ્યા ૧પ૦૪૬ ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ નિર્ધારિત તારીખોમાં આંશિક રીતે બદલાયેલા માર્ગ પર ચલાવવામાં આવશે.

તા. પ, ૧ર, ૧૯ અને ર૬ એપ્રિલ તથા ૩ અને ૧૦ મે ર૦ર૬ ના ઓખાથી ઉપડનારી આ ટ્રેન તેના નિયમિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ, એશબાગ, મલ્હોર, બારાબંકી, ગોરખપુરના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ તથા કાનપુર સેન્ટ્રલ-પ્રગાગરાજ-માઁ બેલહા દેવી ધામ પ્રતાપગઢ જંકશન-ગોરખપુર થઈને દોડશે. માર્ગમાં ફેરફારને કારણે આ તારીખો દરમિયાન આ ટ્રેન ઐશબાગ, બાદશાહનગર, બારાબંકી અને ગોંડા સ્ટેશનો પર જશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh