Advertisement
Author: નોબત સમાચાર

આઈટીઆઈ જામનગરમાં તાલીમાર્થીઓને સાયબર ક્રાઈમ સામે જાગૃત કરવા સેમિનાર

'સેફર ઈન્ટરનેટ ડે'ની ઉજવણી અંતર્ગત આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ડિજિટલ યુગમાં ઈન્ટરનેટના વધતા વ્યાપની સાથે સાયબર સુરક્ષા અનિવાર્ય બની છે ત્યારે ૧૦ ફેબ્રુઆરીના સેફર ઈન્ટરનેટ ડે નિમિત્તે આઈટીઆઈ જામનગરમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટરના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને સાયબર ક્રાઈમ સામે જાગૃત કરવાનો અને તેમને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ પૂરૃં પાડવાનો હતો.

સેમિનારનો પ્રારંભ સંસ્થાના આચાર્ય આર.એસ. ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈટી ક્ષેત્રના નિષ્ણાતોને વકતા તરીકે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને આધુનિક સાયબર જોખમો વિશે માહિતગાર કર્યા હતા. સેમિનારમાં ખાસ કરીને મજબૂત પાસવર્ડ રાખવાનું મહત્ત્વ, સોશિયલ મીડિયા અને બેન્કીંગ વ્યવહારોમાં ટુ સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ તેમજ અજાણી લીંકસ અને ફેક ન્યૂઝથી બચવા માટેની પદ્ધતિઓ વિશે સમજણ આપવામાં આવી હતી.

નિષ્ણાતોએ તાકીદ કરી હતી કે કોઈપણ સંજોગોમાં ઓટીપી અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવો. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સાયબર ગુનાનો ભોગ બને તો ત્વરીત મદદ મેળવવા માટે સાયબર હેલ્પલાઈન નં.૧૯૩૦ અને ઓનલાઈન સાયબર ક્રાઈમ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં આઈટીઆઈ જામનગરના આચાર્ય ફોરેમન ઈન્સ્ટ્રક્ટર તથા મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ અને સ્ટાફગણ જોડાયો હતો. સેમિનારના અંતે તમામ ઉપસ્થિતોએ ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની અને ઈન્ટરનેટના માધ્યમથી સાવચેતી રાખવાની સામુહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh