Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોળના એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના
ધ્રોળ તા. ૧૬: ધ્રોળના એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્ટ સંસ્થાના શિક્ષણ જીવ અને સમગ્ર જીવન ધ્રોળ પંથકની દીકરીઓ માટે ખર્ચી નાખનાર હંસાબેન મહેતાનું તા. ૧-૧-૨૬ના દુઃખદ અવસાન થયું છે. કરૂણા જેના હૃદયમાં હતી, પરોપકાર જેના પગલામાં હતો, કોઈના દુઃખે દુઃખી, કોઈના સુખે સુખી જેમનો મંત્ર હતો, એવા પુણ્ય વ્યક્તિના પુણ્ય આત્માની શાંતિ માટે એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોળના ચેરમેન ધર્મેશભાઈ મહેતાની અધ્યક્ષતામાં શ્રદ્ધાંજલિ સભા એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટમાં યોજાઈ હતી.
શ્રદ્ધાંજલિ સભાની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. શ્રદ્ધાંજલિ સભામાં સામેલ તમામે બે મિનિટ મૌન પાડયું હતું. સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતાએ સંસ્થાની પ્રગતિમાં હંસાબેનના અગત્યના સંસ્મરણો વાગોળ્યા હતા. હાલના આચાર્ય નીતાબેન રામાનુજે હંસાબેનના સરળ સ્વભાવ વિશે પોતાની યાદગાર પળ રજૂ કરી હતી. સંસ્થાના મેનેજિંગ કમિટીના સભ્ય હંસાબા જાડેજાએ શિક્ષણ તેમજ વહિવટીક્ષેત્રે હંસાબેનના યોગદાનની વાત કરી હતી.
ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની સફળતામાં શિક્ષક તરીકે હંસાબેનના મહત્ત્વને યાદ કર્યા હતા. શ્રદ્ધાંજલિ સભામાં હાજર ભદ્રાયુભાઈ વચ્છરાજાનીએ જીવન પ્રસંગ દ્વારા વ્યક્તિના મહત્ત્વ વિશે શબ્દાંજલિ આપેલ, અલીયાબાડા બી.એડ. કોલેજના આચાર્ય રૂપલબેન માંકડે શિક્ષકજીવ હંસાબેનના વ્યક્તિત્વ વિશે પોતાના શબ્દો કહ્યા હતા, હંસાબેનના ભત્રીજા અમિતભાઈએ એક પારિવારિક વ્યક્તિ તરીકે હંસાબેનની અગત્યની ભૂમિકા વિશે પોતાના સ્મરણ કહ્યા હતા, સંસ્થાના સેક્રેટરી અને હંસાબેનના બેન તેમજ મિત્ર એવા સુધાબેન ખંઢેરિયાએ પોતાના બાળપણથી લઈને હંસાબેનની ચિરવિદાઈ સુધીના એકબીજા સાથે વિતાવેલ સમયને યાદ કરેલ અને તેઓની વિચારધારા લોકો સમક્ષ મુકી હતી. આ શ્રદ્ધાંજલિ સભામાં બીપીનભાઈ ખંઢેરીયા તેમના કુટુંબીજનો, જામનગર જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ તેમજ ધ્રોળ પંથકના વેપારીઓ, વ્યાવસાયિક ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ, વાલીઓએ બહોળી સંખ્યામાં હંસાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial