Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ હરસુખલાલ મનસુખલાલ વાઘજીયાણીના પુત્ર દેવેન્દ્રભાઈ વાઘજીયાણી (ઉ.વ.૭૦, ગ્રામીણ બેંક), તે મલિકાબેનના પતિ, ચાંદની, ચૈતાલીના પિતા, અશ્વિનભાઈ (સેન્ટ્રલ બેંક)ના ભાઈનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૪-૪ના સાંજે ૫ વાગ્યે તેજપ્રકાશ સોસાયટી ઉપાશ્રય,ધન્વન્તરિ ગ્રાઉન્ડ સામે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવ્યો નથી.
જામનગરઃ સ્વ.રતિલાલ લાલજીભાઈ જોશીના પુત્રી ચંદાબેન રતિલાલ જોશી (ઉ.વ.૬૧) તે સ્વ. નિરંજનભાઈ, પ્રકાશભાઈ, કિરીટભાઈના બહેનનું તા. ૨-૪ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૩-૪ના સાંજે ૫ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે. સંપર્કઃ પ્રકાશભાઈ મો. ૯૯૨૫૦ ૧૯૯૪૨, કિરીટભાઈ મો. ૯૮૭૯૫ ૦૯૯૪૨ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ સેવક ધુણીયા) કમલેશ વેલજી શાહ (જાખરીયા) (પારસ વેલ્ડીંગ)ના પુત્ર દર્શિલ (ઉ.વ.૩૦)નું તા. ૨-૪ના અવસાન થયું છે. સદ્ગતની સાદડી તા. ૪-૪ના શનિવારે સવારે ૧૦ થી ૧૧, અતિથિગૃહ, ઓશવાળ સેન્ટર, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ હરેશભાઈ ઉમેશચંદ્ર ગણાત્રા (સમોસા હબવાળા) ના પત્ની દક્ષાબેન (ઉ.વ.૫૮) તે વિવેક, હાર્દિકના માતા, રૂપાલીબેન, ધારાબેનના સાસુ, સ્વ. હરિભાઈ ઠક્કરના પુત્રીનું તા. ૧-૪ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું અને પિયરપક્ષની સાદડી તા. ૩-૪ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવી છે.