Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનના ઉપક્રમે
ખંભાળીયા તા. ૫ઃ જિલ્લા કાનૂની સેેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકા દ્વારા 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
યોગ શબ્દ સંસ્કૃત ના *યુજ* શબ્દ થી ઉદભવ્યો છે જેનો અર્થ * જોડવું* અથવા *એકજૂથ થવું* જેના દ્વારા મન, શરીર અને આત્માનું મિલન થાય છે. જે મુજબ વર્ષ-૨૦૨૫ની થીમ *યોગ ફોર વન અર્થ, વન હેલ્થ* રાખવામાં આવી હતી. જે મુજબ ગૂજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની અનુશ્રામાં ડીએલએસએ, દેવભૂમિ દ્વારકાના ચેરમેન એસ. વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતમાં 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી જેમાં ખંભાળિયામાં જિલ્લા અદાલત પરિસરમાં યોગ કાર્યક્રમનું આયોજન કરી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં ખંભાળિયા હેડ ક્વાર્ટર ખાતેના ન્યાયાધીશો, સરકારી વકીલો, ડિફેન્સ કાઉન્સિલર, ખંભાળિયા બારના હોદ્દેદાર - સભ્યો, મિડીયેટરો, જિલ્લા અદાલત તથા ડીએલએસએના કર્મચારીઓ, પી.એલ.વી. જોડાયા હતા અને ખૂબજ ઉત્સાહ અને હર્ષભેર યોગ કર્યા હતા. આ યોગ કાર્યક્રમમાં યોગ ટ્રેઈનર તરીકે ઉપેનભાઈ ચંદારાણાએ સેવા આપી હતી.
તેવી જ રીતે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનના માર્ગદર્શન હેઠળ ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખામાં આવેલ તાલુકા અદાલતમાં યોગ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના ન્યાયાધીશો, તાલુકા તથા ટીએલએસસીના કર્મચારીઓ, સરકારી વકીલો, રીટેઈનર/પેનલ એડવોકેટ, મિડીયેટરો, પી.એલ.વી. હર્ષભેર જોડાયા હતા.
આમ યોગ કાર્યક્રમ થકી જોડાયેલ તમામ સભ્યોએ યોગ દ્વારા તંદુરસ્ત જીવન શૈલી તરફ આગળ વધવાનો સંકલ્પ કર્યો તેમ જિલ્લા કાનૂની સેવા મંડળના સચિવએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial