ચિરવિદાય

જામનગર નિવાસી સ્વ. મનસુખભાઈ પ્રાગજીભાઈ રૂપાપરા (ભાવસાર) (સુંદરકાન્ત  લોન્ડ્રીવાળા)ના પત્ની ગં.સ્વ. વિજયાબેન મનસુખભાઈ રૂપાપરા (ઉ.વ.૭૬) તા.  ૮-૪-૨૦૨૬ના શ્રીજી ચરણ પામ્યા છે. તે પરેશભાઈ, મહેશભાઈ, અશોકભાઈ, (સુંદરકાન્ત  લોન્ડ્રી ગ્રુપ)ના માતા થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૪-૨૬ને ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦  દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં  રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી જૈન વિશા ઓશવાળ જ્ઞાતિના સ્વ. જયંતિલાલ ઘેલાભાઈ ઝવેરીના પુત્ર  હિતેષભાઈ ઝવેરી (ઉ.વ.૬૨) (નવાનગર બેંક) તે બિંદુબેન ઝવેરીના પતિ, નીરલ, કિનલના  પિતા, રિયા ઝવેરીના સસરા, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, હસમુખભાઈ ઝવેરી  (ભૂરાભાઈ), સ્વ. તરૂણાબેન, સ્વ. પ્રવિણાબેન, સ્વ. હંસાબેનના ભાઈ, અરવિંદભાઈ  રતનશીભાઈ શાહ (શિહોરવાળા)ના જમાઈનું તા. ૮-૪ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું  તા. તા. ૯-૪ને ગુરૂવારે સાંજે ૪ વાગ્યે શાંતિભૂવન જૈન ઉપાશ્રય, આણદાબાવા ચકલા પાસે,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી ડો. શાંતિલાલ નાનચંદ શાહ (ઉ.વ.૮૪) તે ડો. નેહાના પિતા, ડો. ભાવેશ  સોનીના સસરા, ડો. નિકીતા, હર્ષના નાનાનું તા. ૯-૪ના અવસાન થયું છે. સદ્ગતની  સ્મશાનયાત્રા તા. ૯-૪ના ગુરૂવારે સાંજે ૭ વાગ્યે તેમના નિવાસસ્થાન ૧૫/બી, પારસ  સોસાયટી, અમીધારા, ગીતા મંદિર પાસે, જામનગરથી નીકળશે. લૌકિક વ્યવહાર રાખવામાં  આવ્યો નથી.

જામનગરઃ બાલુબેન લક્ષ્મણભાઈ ડેર (ઉ.વ.૭૧) તે મુન્નાભાઈ, જયદેવભાઈના માતા,  જગદીશભાઈ સામતભાઈ ડેર, દેવાયતભાઈ સામતભાઈ ડેર (નિવૃત્ત જે.એમ.સી.)ના ભાભી,  વિરલભાઈ વાસુરભાઈ ડેર (પ્રમુખ વોર્ડ નં.૨-ભાજપ-જામનગર)ના મોટાબાનું તા. ૮-૪ના  અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૯-૪ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન રામેશ્વર  મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

પોરબંદર નિવાસી (મૂળ લાલપુર) કિશોરભાઈ મૂળજીભાઈ મોદી (મહેતા  ટાઈપ ક્લાસ) ના  પુત્ર સંદીપ (ઉ.વ.૪૮) તે રૂપાલીના પતિ, યશના પિતા, અલ્પાબેન રાજીવ શેઠ (જામનગર)ના  ભાઈ, નરેન્દ્રભાઈ વાડીભાઈ પટેલ (જામ-વંથલી) ના જમાઈનું તા. ૭-૪ના અવસાન થયું છે.  સદ્ગતનું ઉઠમણું તા. ૯-૪ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ વાગ્યે હીરા ભવન, વાણીયાવાડ,  પોરબંદરમાં રાખવામાં આવ્યું છે.

લીયા ગામ વાળા હાલ જામનગરના જયશ્રીબા નવલસિંહ રાણા તે સ્વ. નવલસિંહ બી.  રાણાના પત્ની, શિવરાજસિંહ, ધીરેન્દ્રસિંહ ના માતા, ગીરીરાજસિંહ,સુખદેવસિંહ, ગજુભા,  વનરાજસિંહ, અરવિંદસિંહના ભાભી, શક્તિસિંહ રાણાના કાકીનું તા. ૭-૪ના અવસાન થયું  છે. સદ્ગતનું બેસણું ભાઈઓ તથા બહેનો માટે તા. ૧૦-૪ના શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦  દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ સ્વ. જયંતિભાઈ (ભીખાભાઈ) લક્ષ્મણભાઈ મુંજાલના પુત્ર રમેશભાઈ મુંજાલ  (ઉ.વ.૬૨) તે પ્રવિણભાઈ કાનજીભાઈ મુંજાલ, દિનેશભાઈ કાનજીભાઈ મુંજાલ, પ્રકાશભાઈ  કાનજીભાઈ મુંજાલ, શૈલેષભાઈ જયંતિભાઈ મુંજાલ, ભરતભાઈ જયંતિભાઈ મુંજાલ, મનિષભાઈ  જયંતિભાઈ મુંજાલના ભાઈ, મેહુલભાઈ રમેશભાઈ મુંજાલના પિતાનું તા. ૫-૪ના અવસાન થયું  છે. સદગતનું ઉઠમણું તા. ૬-૪ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન બહેનો માટે અને  સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઈચોક પાસે,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી હાલારી વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના રંજનબેન હર્ષવદન ગોસરાણી  (ઉ.વ.૭૬) તે સ્વ. રડીયાતબેન સોમચંદ પેથરાજ ગોસરાણીના પુત્રવધૂ,  જીવીબેન રાયચંદ  છેડાના પુત્રી, હિરેનના માતા, દિલીપકુમાર સોમચંદ ગોસરાણીના ભાભીનું તા. ૪-૪-૨૦૨૬ના  શનિવારે અવસાન થયું છે.

close
Ank Bandh