Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત હાલારમાં કમોસમી વરસાદ થતા જ વીજળી ગુલ

નગરના પાંચહાટડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં ભડકોઃ નાસભાગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: હાલારના બન્ને જિલ્લામાં ગઈકાલે સાંજે વરસાદના કારણે ૧૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો જે મોડેથી કાર્યરત થયો હતો. જામનગર શહેરમાં ગઈકાલે વરસાદના કારણે એકીસાથે ૨૧ ફીડર ફોલ્ટમાં ગયા હતા. જેને રાત્રિના તમામ પૂર્વવત શરૂ કરી દેવાયા હતા. જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં ભડકા થતાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી અને વીજ પુરવઠો બંધ કરી મરામતની કામગીરી હાથ ધરાઈ હતી.

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને પવનની સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે વીજ તંત્રને ભારે અસર થઈ હતી. પ્રથમ વરસાદ પડતાની સાથે જ જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૧૭ ગામોમાં થોડો સમય માટે અંધારપટ છવાયો હતો.

 ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત કાલાવડ અને ધ્રોલ પંથકના કુલ ૧૭ ગામોમાં સાંજે છ વાગ્યા આસપાસથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે રાત્રિના સાડા નવ વાગ્યા સુધીમાં તમામ ગામોમાં સમારકામની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી, અને મોટા ભાગે વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે. સમગ્ર જિલ્લાના ગઈકાલે પવનના કારણે પાંચ વીજપોલ ધરાસાયી થયા હતા. જોકે તે તમામ સ્થળે પણ મરામતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી.

 જામનગર શહેર અને બાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે સાંજે વરસાદ પડતા ની સાથે જ એકીસાથે ૨૧ ફીડરમાં ફોલ્ટ આવ્યો હતો, અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેથી વીજ તંત્રને દોડધામ થઈ હતી. તમામ સ્થળો પર મોડેથી સમારકામની કામગીરી પૂર્ણ કરી વીજ પુરવઠો રાબેતા મુજબ કરાયો હતો.

 ખાસ કરીને જામનગરના પાંચહાટડી વિસ્તારમાં વરસાદ પડવાના કારણે ટ્રાન્સફોર્મરમાં પાણી અને ઓઇલનું મિશ્રણ થવાના કારણે તણખા ઝરવાના શરૂ થયા હતા, અને છેક ઉપર વાયરો સુધી ભડકા પહોંચવાના કારણે આતશબાજી જેવા દૃશ્ય સર્જાયા હતા, અને થોડો સમય માટે લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી.

વીજ તંત્રને જાણ થવાથી તુરત જ ઉપરોક્ત વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો, ત્યારબાદ ટ્રાન્સફોર્મરમાં સમારકામની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી અને રાત્રિના ૯.૩૦ વાગ્યા બાદ ત્યાં પણ વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh