Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી ભાવસાર રમણીકભાઈ જીવરાજભાઈ મલસાતરના પત્ની રેણુકાબેન રમણીકભાઈ મલસાતર (ઉ.વ.૭૦) તા. ૧૦-૪-૨૬ના શ્રીજી ચરણ પામેલ છે. તે શૈલેષભાઈના ભાભી, સુનીલભાઈ, ભાવિનભાઈ, મેહુલભાઈના માતા થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૧૦-૪ શુક્રવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ભૂપતગીરી મોતીગીરી ગોસાઈ (નિવૃત્ત કર્મચારી જે.એમ.સી.) ના પત્ની સરોજબેન તે નિશાંતગીરી, કેતનગીરીના માતાનું તા. ૯-૪ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૦-૪ના શુક્રવારે સાંજે પ થી ૫:૩૦ દરમ્યાન જલારામ મંદિર, સાધના કોલોની, રણજીતસાગર રોડ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી ગોદાવરીબેન જીવણલાલ ટંકારીયા (ઉ.વ.૯૫) તે જેન્તીભાઈ, હિતેશભાઈ, જીતુભાઈના માતાનું તા. ૯-૪ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા અને પિયરપક્ષની સાદડી તા. ૧૦-૪ને શુક્રવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી સ્વ. મનસુખભાઈ પ્રાગજીભાઈ રૂપાપરા (ભાવસાર) (સુંદરકાન્ત લોન્ડ્રીવાળા)ના પત્ની ગં.સ્વ. વિજયાબેન મનસુખભાઈ રૂપાપરા (ઉ.વ.૭૬) તા. ૮-૪-૨૦૨૬ના શ્રીજી ચરણ પામ્યા છે. તે પરેશભાઈ, મહેશભાઈ, અશોકભાઈ, (સુંદરકાન્ત લોન્ડ્રી ગ્રુપ)ના માતા થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૪-૨૬ને ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.