Advertisement
Author: નોબત સમાચાર

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ...!!

તા. ૧૫-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

વૈશ્વિક મોરચે ટ્રમ્પ હજુ વિશ્વને ટેરિફના નામે નચાવવાનું ચાલુ રાખીને ભારત પર ૧૦૦% ટેરિફ યુરોપીયન યુનિયન લાદે એવી હાકલ કર્યા સામે યુરોપના દેશોએ ઈન્કાર કરી દેતાં અને બીજી તરફ યુક્રેન - રશિયા યુદ્ધ, ઈઝરાયેલ - હમાસ યુદ્ધની સાથેસાથે નેપાળ, ફ્રાંસમાં આંતરવિગ્રહની પરિસ્થિતિને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહ્યા સામે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. વૈશ્વિક અશાંતી વચ્ચે પણ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ ફરી વહેતો થવાની અપેક્ષાએ ખરીદી વધતી જોવાઈ હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૦%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૫% ઘટીને અને નેસ્ડેક ૦.૪૪% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૮૩ અને વધનારની સંખ્યા ૧૭૮૧ રહી હતી, ૨૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર હેલ્થકેર, આઈટી, ફોકસ્ડ આઈટી, ટેક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૯,૨૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૯,૩૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૯,૧૫૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૯,૩૨૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૨૭,૧૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૯,૧૨૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૭,૧૨૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૪૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૯,૦૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

અદાણી પોર્ટ્સ (૧૪૦૦) : પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૪૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૩૯૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એક્સીસ બેન્ક (૧૧૦૯) : રૂ.૧૦૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૦૭૩ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ઓરબિન્દો ફાર્મા (૧૦૯૫) : ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૯ થી રૂ.૧૧૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૧૦૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતના વિકાસ દર અંગે રેટિંગ એજન્સી ફિચે તાજેતરમાં પોતાના અંદાજમાં વધારો કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને અનુકૂળ નાણાકીય સ્થિતિના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો વૃદ્ધિ દર ૬.૫% પરથી વધારીને ૬.૯% કરવામાં આવ્યો છે. એપ્રિલ - જૂન ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિમાં થયેલો ઝડપી વધારો, જીડીપી વૃદ્ધિમાં નોંધાયેલા સુધારા અને ગ્રાહક ખર્ચમાં મજબૂત વૃદ્ધિ આ પરિવર્તનના મુખ્ય પરિબળો રહ્યા છે. મજબૂત વાસ્તવિક આવક, જીએસટી સુધારા અને સ્થાનિક રોકાણો સાથે દેશની આંતરિક માંગ અર્થતંત્રને સશક્ત બનાવી રહી છે. ફિચના અંદાજ અનુસાર, આવતા ક્વાર્ટરમાં ગ્રાહક ખર્ચમાં વધુ વધારો થવાની શક્યતા છે,  જે અર્થતંત્રને આગળ વધારશે.

વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો, ભારતની વૃદ્ધિની ગતિ અન્ય મોટા અર્થતંત્રોની તુલનામાં વધુ મજબૂત જણાઈ રહી છે. અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં મંદીનો દબાવ હોવા છતાં, ભારતીય અર્થતંત્ર સ્થાનિક માંગ અને રોકાણના આધાર પર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જોકે, ફિચે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી વૃદ્ધિનો દર ઘટીને ૬.૩% અને ત્યારબાદ ૨૦૨૭-૨૮માં ૬.૨% થવાની શક્યતા છે, કારણ કે અર્થતંત્ર પોતાની ક્ષમતા કરતા ઉપર ચાલી રહ્યું છે. આથી, વૈશ્વિક વેપાર પ્રવાહો અને આંતરરાષ્ટ્રીય માંગનો દબાવ આવતા વર્ષોમાં દેશની વૃદ્ધિ પર અસર કરી શકે છે, તેમ છતાં હાલની પરિસ્થિતિ ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં મજબુત સ્થાન આપે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh