Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકાજી મેઘપર તથા મોટા ભાડુકીયામાંથી મળી આવ્યો દેશી દારૂ બનાવવાનો આથોઃ
જામનગર તા. ૨૩: જામનગર શહેર તથા કાલાવડના મોટા ભાડુકીયા અને મકાજી મેઘપરમાં ગઈકાલે પોલીસે દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ આથાનો જથ્થો, ભઠ્ઠીના સાધનો કબજે કર્યા છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા હનુમાન ચોકમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા.
ત્યાં આવેલા અશોક શરદભાઈ શિંગાળા નામના શખ્સના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી દેશી દારૂની ભઠ્ઠી, ૮૦૦ લીટર આથો, તૈયાર દેશી દારૂ કબજે કરાયો છે. ત્યાં જ આવેલા દિનેશ શરદભાઈ શિંગાળાના ઘરમાંથી પણ ભઠ્ઠી મળી છે. તૈયાર દારૂ, ૪૦૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. રોહિત વિશાલભાઈ શિંગાળાના મકાનમાંથી ૪૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો, તૈયાર દારૂ કબજે થયો છે. ઉલ્લેખનીય છે કે, અશોક શિંગાળા સામે દારૂબંધી ભંગ, જુગાર સહિતના નવ ગુન્હા નોંધાયેલા છે. જ્યારે શરદ શિંગાળા સામે દારૂબંધી ભંગના ૧૫ ગુન્હા અને રોહિત સામે હત્યા પ્રયાસ, હુમલા, જુગાર, દારૂબંધી ભંગના આઠ ગુન્હા નોંધાયેલા છે.
જામનગરના દિગ્જામ સર્કલથી આગળ ખુલ્લા ફાટક બાવરીવાસમાં સુરજ કૈલાસ પરમારની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. સોમનાથ સોસાયટીમાં માયાબા બાબભા પરમારના મકાનમાંથી પણ ૧૧૦૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધન મળ્યા છે.
દિ. પ્લોટ-૪૯માં ચારણનેસમાં રાણીબેન દેવાભાઈ રવશીની ભઠ્ઠી તેમજ બાવરીવાસમાં શોભાબેન જીવણ પરમાર, માયાબેન ભરત પરમારની ભઠ્ઠીઓ પણ ઝડપાઈ ગઈ છે.
કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયામાં ગૌરીબેન સુરેશ સાડમીયા અને મકાજી મેઘપર ગામમાં મંજુબેન વિનોદ સાડમીયાના કબજામાંથી આથો પકડાયો છે.
જામનગરના શાંતિનગરની શેરી નં.૭માં વિરભદ્રસિંહ બહાદુરસિંહ ચુડાસમા ઉર્ફે પદીયાના મકાનમાંથી ભઠ્ઠી મળી આવી છે. ૨૪૦ લીટર આથો, તૈયાર દારૂ કબજે થયો છે.
રણજીતસાગર રોડ પર મારવાડીવાસમાંથી મીરાબેન પ્રાગજી પરમાર અને ધનીબેન કિશન સોલંકીની ભઠ્ઠીઓ પણ મળી આવી છે. આથો, દારૂ, સાધનો કબજે કરાયા છે. ખુલ્લા ફાટક પાસેથી અનારૂબેન બચરાજ ડાભીની ભઠ્ઠી પર દરોડો પાડી પોલીસે તૈયાર દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial