Advertisement
Author: નોબત સમાચાર

રશિયાના કામચટકામાં ફરી ૭.૮ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનું એલર્ટ

૫.૮ની તીવ્રતાના પાંચ આફટર શોકઃ દરિયો તોફાની

                                                                                                                                                                                                      

મોસ્કો તા. ૧૯: રશિયાના કામચાટકામાં ફરી ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો અને તે પછી ૫.૮ની તીવ્રતાના ૫ આફટરશોક આવ્યા હતા. દરિયાકાંઠે ઊંચા મોજાં ઉછળ્યાં હતા અને સુનામીનું એલર્ટ જાહેર કરાયુ હતું.

આજે સવારે રશિયાના કામચાટકાના પૂર્વી કિનારા પર ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ૫.૮ની તીવ્રતાવાળા એક સહિત પાંચ આફ્ટરશોક અનુભવાયા. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી. દરિયાકાંઠે ૩૦થી ૬૨ સેન્ટિમીટર ઊંચાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં.

આ અંગે કામચાટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે જણાવ્યું હતું કે તમામ કટોકટી સેવાઓ હાઇ એલર્ટ પર છે, પરંતુ અત્યારસુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ પ્રદેશમાં ૭.૦ કે તેથી વધુ તીવ્રતાના ચાર મોટા ભૂકંપ નોંધાયા છે, જેમાં આજે આવેલા ભૂકંપનો પણ સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ભૂકંપના વીડિયોમાં ઘરોમાં ફર્નિચર અને લાઇટો હલતી જોવા મળી છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે રસ્તાઓ પર પાર્ક કરેલાં વાહનો પણ ધ્રૂજતાં જોવા મળ્યાં હતાં.

યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર ભૂકંપ રશિયન શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી ૧૨૮ કિલોમીટર દૂર અને ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. રશિયાની સ્ટેટ જિયોફિઝિકલ સર્વિસે પાછળથી અહેવાલ આપ્યો કે તેની તીવ્રતા ૭.૪ છે.

ગવર્નરે ટેલિગ્રામ દ્વારા કહૃાું, *આજની સવાર ફરી એકવાર કામચાટકાના લોકોની ધીરજની કસોટી કરી રહી છે. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. હું બધાને શાંત રહેવાની અપીલ કરું છું. કામચાટકાના પૂર્વી કિનારા માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ભૂકંપ બાદ સામાજિક સંસ્થાઓ અને રહેણાક ઇમારતોમાં નુકસાનનું મૂલ્યાંકન શરૂ થઈ ગયું છે. કુરિલ ટાપુઓના કેટલાક ભાગો માટે સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

યુએસ નેશનલ વેધર સર્વિસ અને પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે અલાસ્કાના કેટલાક ભાગો માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી, જે પછીથી પાછી ખેંચી લેવામાં આવી હતી. કામચાટકા એક ખૂબ જ ભૂકંપગ્રસ્ત પ્રદેશ છે. છેલ્લા અઠવાડિયામાં અહીં ૭થી વધુ તીવ્રતાના ઓછામાં ઓછા બે ભૂકંપ આવ્યા છે.

રશિયાનો કામચાટકા પ્રદેશ, જે પેસિફિક *રિંગ ઓફ ફાયર*નો ભાગ છે. આ વર્ષે ભૂકંપની ગતિવિધિઓનું કેન્દ્ર રહૃાું છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના ડેટા અનુસાર, આ વર્ષે ત્યાં કુલ ૧,૨૦૦થી વધુ ભૂકંપ નોંધાયા છે. આમાંથી મોટા ભાગના નાના હતા (૨.૦થી ૪.૦ની તીવ્રતા), પરંતુ ૪.૦ કે તેથી વધુ તીવ્રતાના ૧૫૦થી વધુ ભૂકંપ આવ્યા. આ પ્રદેશમાં ૭.૦ કે તેથી વધુ તીવ્રતાના ચાર મોટા ભૂકંપ નોંધાયા હતા.

૩૦ જુલાઈના રશિયાના કામચાટકામાં ૨૦૨૫નો સૌથી વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૮.૮ હતી. એ છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી મોટો ભૂકંપ હતો. એની અસર ઘણા દેશો પર પડી. આ ભૂકંપ દરિયાઈ પ્રદેશોમાં આવ્યા હતા, જેના કારણે ઓછું ગંભીર નુકસાન થયું હતું. ૩ ઓગસ્ટના  કામચાટકામાં કુરિલ ટાપુઓ નજીક ૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ દરમિયાન ૧૩ સપ્ટેમ્બરના  કામચાટકામાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh