Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં ટેસ્લાની દમદાર એન્ટ્રીઃ મુંબઈમાં પ્રથમ શોરૂમ શરૂ

બિનફાસ્ટ કંપની આજથી શરૂ કરશે કારનું બુકીંગ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૫: આજે ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રી માટે મહત્ત્વનો દિવસ છે. એલન મસ્કની ટેસ્લા સહિત બે કાર કંપનીની એન્ટ્રી થઈ છે.

ટેસ્લાના પ્રથમ શો-રૂમ આજે ઉદઘાટન છે, જયારે બિનફર્સ્ટ કારનુ બુકીંગ શરૂ કર્યુ છે. ટેસ્લાની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. એલન મસ્કની આ કંપની આજે મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલશે. દેશની આર્થિક રાજધાનીમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સ્થાપિત થનાર આ નવું ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર અમેરિકન ઈફ બ્રાન્ડના આગામી મોડેલ્સનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત વિયેતનામી કાર કંપની વિનફાસ્ટની પણ ભારતમાં સફર શરૂ થવાની સાથે ઇલેક્ટ્રિક જીેંફ મોડેલ્સનું સત્તાવાર બુકિંગ શરૂ કરવા જઈ રહી છે.

ટેસ્લા વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપનીઓમાંની એક છે, તો વિનફાસ્ટ પણ ઝડપથી વિકસતી કાર ઉત્પાદક કંપની છે. ટેસ્લા આજે ભારતમાં પોતાનો પહેલો શોરૂમ  કેન્દ્ર શરૂ કરશે, જ્યારે વિનફાસ્ટ આ બાબતમાં થોડું આગળ છે. વિનફાસ્ટે દેશના ૨૭ શહેરોમાં ૩૨ ડીલરશીપ સાથે ભાગીદારી કરી છે અને કંપની આજથી તેની કારનું બુકિંગ શરૂ કરશે.

ભારતીય બજાર ઈલોન મસ્ક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. યુરોપિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ડેટા અનુસાર, મે મહિનામાં યુરોપમાં ટેસ્લાની નવી કારનું વેચાણ સતત પાંચમા મહિને ઘટ્યું છે. મોટાભાગના ગ્રાહકો ચીની કાર સસ્તી હોવાથી તેના તરફ વળી રહૃાા છે. એસીઈએ ના રિપોર્ટ અનુસાર, મે મહિનામાં ટેસ્લાની કારનું વેચાણ ઘટીને ૧૩,૮૬૩ યુનિટ થયું છે, જે ગયા વર્ષ કરતા ૨૭.૯% ઓછું છે. આવી સ્થિતિમાં, ભારતીય બજાર ઈલોન મસ્ક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે.

ભારતીય બજારમાં ટેસ્લાના પ્રવેશની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કંપનીએ મુંબઈમાં ૪,૦૦૦ ચોરસ ફૂટનો પોતાનો પહેલો શોરૂમ તૈયાર કરી લીધો છે, જેને 'એક્સપિરિયન્સ સેન્ટર' તરીકે પણ જોવામાં આવે છે. ચીનથી બનેલી લગભગ ૫ કાર પણ ભારતમાં આવી ચૂકી છે.

ટેસ્લાએ તાજેતરમાં મુંબઈ, પુણે અને દિલ્હીમાં સપ્લાય ચેઈન, આઈટી, ઓપરેશન, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ, રોબોટિક્સ, સેલ્સ અને કસ્ટમર સપોર્ટ સહિતના વિવિધ વિભાગોમાં નોકરીઓ માટે અરજીઓ મંગાવી હતી.

જોકે ચોક્કસપણે કંઈ કહી શકાય નહીં, પરંતુ ટેસ્લાએ મોડેલ વાય અને મોડેલ થ્રી માટે હોમોલોગેશન અરજીઓ દાખલ કરી છે. મોડેલ રૂ, જે એક મિડ-સાઈઝ ઇલેક્ટ્રિક એસયુવી છે અને ૫૭૪ કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે, તે ભારતમાં સૌપ્રથમ લોન્ચ થવાની શક્યતા છે. મોડેલ એકસ પણ રજૂ થઈ શકે છે, પરંતુ તે વધુ મોંઘી હશે.

ભારતની ઇલેક્ટ્રિક વાહન નીતિ મુજબ, ૭૦% ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ પડશે. આને કારણે, ટેસ્લાની કારની ભારતમાં પ્રારંભિક કિંમત લગભગ ૬૦ થી ૬૫ લાખ રૂપિયા હોઈ શકે છે. ભવિષ્યમાં, જો ભારતીય બજારમાં માંગ વધશે, તો ટેસ્લા તેની વ્યૂહરચના બદલી શકે છે અને ભારતીય બજાર માટે વધુ સસ્તા મોડેલ પર પણ કામ કરી રહી હોવાના પણ અહેવાલ છે.

બીજી તરફ વિયેતનામની મોટી કંપની વીન ગ્રુપની માલિકીની ઇલેક્ટ્રિક કાર નિર્માતા વિનફાસ્ટ ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે સજ્જ છે. ૧૯૯૩માં ફામ નહત વુઓંગ દ્વારા સ્થાપિત વિનગ્રુપ, ફૂડ પ્રોડક્ટ્સથી શરૂઆત કરીને આજે ટેક્નોલોજી, રિયલ એસ્ટેટ, રિટેલ અને સ્વાસ્થ્ય જેવા અનેક ક્ષેત્રોમાં એક્ટીવ છે. વિનફાસ્ટ એ વર્ષ ૨૦૧૭માં ઇલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કર્યું અને ૨૦૨૧થી ઉત્પાદન કરી રહી છે. ટેસ્લાથી વિપરીત વિનફાસ્ટ ભારતમાં સીબીયુ (કમ્પલીટલી બલ્ટ યુનીટ) રૂટને બદલે કારને અસેમ્બલ કરીને વેચશે. જેથી કારની કિંમત ઓછી રાખી શકાય. કંપનીએ ભારતના ૨૭ મોટા શહેરોમાં ૩૨ ડીલરશીપ શરૂ કરી દીધી છે. વીએફ૬ અને વીએફ૭ નામની બે ઇલેક્ટ્રિક એસયુવી કારનું બુકિંગ ૧૬ જુલાઈ, ૨૦૨૫થી શરૂ થશે.

વિનફાસ્ટે ગયા વર્ષે જાન્યુઆરીમાં તમિલનાડુમાં ૨ બિલિયન (લગભગ ૧,૬૬,૨૧ કરોડ) ના રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહન અને બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યો છે. થુથુકુડી, તમિલનાડુના સીપકોટ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ૪૦૦ એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થવા આવ્યું છે. આગામી ૫ વર્ષમાં આ પ્લાન્ટમાં ૫૦૦ મિલિયનનું વધારાનું રોકાણ અને લગભગ ૩૫૦૦ નવી નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧,૫૦,૦૦૦ યુનિટ હશે,

જોકે કંપની પહેલા વર્ષે ૫૦,૦૦૦ યુનિટનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, જયપુર, અમદાવાદ, કોલકાતા, કોચીન, ભુવનેશ્વર, ત્રિવેન્દ્રમ, ચંદીગઢ, લખનઉ, કોઈમ્બતુર, સુરત, કાલિકટ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, શિમલા, આગ્રા, ઝાંસી, ગ્વાલિયર, વાપી, બરોડા અને ગોવા સહિત વિનફાસ્ટએ તાજેતરમાં ભારતના મુખ્ય શહેરોમાં વીએફ૬ અને વીએફ૭ ઇલેક્ટ્રિક એયુવીને લોન્ચ કરી છે.

નિષ્ણાતોના મતે, વિનફાસ્ટ વીએફ૬ની કિંમત ૨૫ થી ૩૦ લાખ અને વીએફ૭ની કિંમત ૪૫ થી ૫૦ લાખની આસપાસ હોઈ શકે છે. ભારતીય બજારમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા અને એમજી મોટર્સ જેવી કંપનીઓ પાસેથી સખત સ્પર્ધા મળવાની અપેક્ષા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh