Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત
જામનગર તા. ર૬: જામનગરમાં ગુરુ ગોવિંદસિંઘજીના સાહીબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગુરુદ્વારા પાસે ફ્લાય ઓવર નીચે વીર બાળ દિવસની તા. ર૮-૧ર-ર૦રપ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે.
જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, વેપારી એસો.ના ઉપાધ્યક્ષ, અન્ય કોર્પોરટરો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ડીવાયએસપી જે.એન. ઝાલા તથા અન્ય પોલીસ અધિકારી અને સ્ટાફ હાજર રહ્યા હતાં. ચાર બાળકો ધર્મ ધજા સાથે ઉપસ્થિત રહ્યા હતાં. સૌએ બલિદાનની ડોક્યુમેન્ટરી નિહાળી હતી.
દરરોજ સાંજે ૭ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ઉજવણીનો કાર્યક્રમ યોજાય છે અને સાથે દૂધની લંગર પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial