Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી.જી. હોસ્પિટલમાંથી બેભાન મળેલા પ્રૌઢનું મોતઃ ઓળખ માટે તજવીજઃ
જામનગર તા. ૨૭: કાલાવડના સિનેમા રોડ પર રહેતા એક યુવતીને ગુરૂવારે રાત્રે ઉલ્ટી થયા પછી વહેલી સવારે ખેંચ આવી હતી. બેશુદ્ધ બની ગયેલી આ યુવતીને સારવાર માટે કાલાવડ તથા રાજકોટ દવાખાને લઈ જવામાં આવી હતી પરંતુ તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેણીને હૃદયરોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતકના માતાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. આ યુવતીના આવતીકાલે સમૂહલગ્નમાં લગ્ન નિર્ધારવામાં આવ્યા હતા. જ્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં શૌચાલય પાસેથી બેભાન હાલતમાં મળેલા અજાણ્યા પ્રૌઢ મોતને શરણ થયા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
કાલાવડ શહેરના સિનેમા રોડ પર આવેલા ગરબી ચોકમાં રહેતા દીપિકાબેન તુલસીભાઈ રાબડીયા (ઉ.વ.ર૪) નામના યુવતી ગુરૂવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેઓને કોઈ કારણથી ઉલ્ટી થઈ હતી.
ત્યારપછી વહેલી સવારે ગભરામણ થવા લાગતા અને ખેંચ આવી જતા આ યુવતી બેશુદ્ધ બની ગયા હતા. તેઓને સારવાર માટે કાલાવડની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં ફરજ પરના તબીબે આ યુવતીનું હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. નયનાબેન તુલસીભાઈ રાબડીયાએ પોલીસને જાણ કરી છે. દીપિકાબેનના આવતીકાલે કાલાવડમાં યોજાયેલા સમૂહલગ્નના એક કાર્યક્રમમાં લગ્ન નિર્ધારવામાં આવ્યા હતા. તે પહેલાં આ યુવતીને હૃદયરોગનો હુમલો ભરખી જતાં અરેરાટી પ્રસરી ગઈ છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા જાહેર શૌચાલય પાસેથી ગઈકાલે સાંજે પચ્ચાસેક વર્ષના લાગતા એક અજાણ્યા પુરૂષ બેભાન જેવી હાલતમાં જોવા મળતા સમાજ સેવક હિતેશગીરી ગોસાઈએ તેઓને સારવાર માટે વોર્ડમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી આ પ્રૌઢને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. પોલીસને જાણ કરાઈ છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
મૃતકના શરીર પર પીળા તથા સફેદ કે કાળા રંગનું ટી-શર્ટ તથા કાળા રંગનું જીન્સ પેન્ટ ધારણ કરેલુ હતું. શ્યામવર્ણ, પાતળો બાંધો ધરાવતા મૃતકના ચહેરા પર નિશાન જોવા મળ્યા છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ જમાદાર જાવેદ વજગોર-૯૬૨૪૭ ૩૭૬૦૧નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial