Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળદર્દોના નિષ્ણાત તબીબ અને તેની બન્ને દિકરીઓના અનુભવોનો નિચોડ
જામનગર તા. ૨૬: જામનગરમાં બાળરોગ નિષ્ણાંત તરીકે વર્ષોથી સેવારત સિનિયર ડો. ડી. એમ. પોપટ દ્વારા તેમની બંને બાળરોગ નિષ્ણાંત પુત્રીઓ ડો. ઈશાની પોપટ નથવાણી તથા ડો. જુઈ પોપટ રાજા સાથે બાળદર્દીઓની વિવિધ કેસ સ્ટડી પુસ્તક રૂપે રજૂ કરી બાળરોગનાં ડોક્ટરો તથા અભ્યાસરત ડોક્ટરોને સચોટ માર્ગદર્શન મળી રહે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકોની સ્વાસ્થ્ય સેવામાં સમર્પિત પોપટ પરીવારનો આ ૧૧ મો પ્રયાસ છે. એટલે આ પુસ્તકનું નામ પોપટ્સ પિડીયાટ્રીક્સ ઓન ફોન - ૧૧ છે. એટલેકે પોપટ્સ પિડીયાટ્રીક્સ ઓન ફોન પુસ્તક શ્રેણીનું આ નવુ અને ૧૧ મું પુસ્તક છે.
અંગ્રેજી ભાષામાં લખાયેલ આ પુસ્તકમાં કુલ ૨૩૧ પેજ છે જે પૈકી ૧ થી ૮ પેજ દરમ્યાન પ્રકાશનની વિગતો ઉપરાંત પ્રિફેસ, કન્ટેન્ટસ આપવામાં આવ્યા છે. પેઈજ નં ૮ થી ૨૨૭ દરમ્યાન એટલે કે કુલ ૨૧૯ પેજમાં વિવિધ બાળદર્દીઓનાં ૫૦ કેસની વિગત ઝીણવટપૂર્વક રજૂ કરવામાં આવી છે. જ્યારે પેજ નં ૨૨૮ થી ૨૩૧ દરમ્યાન ઇન્ડેક્સ આપવામાં આવ્યું છે.
ડો. ડી.એમ.પોપટ ખુદ આ પુસ્તકનાં પ્રકાશક છે એટલે તેમણે પ્રકાશન મુદ્દે કોઈ બાંધછોડ કરી નથી અને વિષય અનુરૂપ શ્રેષ્ઠ પ્રકાશન કર્યુ છે એમ કહી શકાય
આ પુસ્તકમાં બાળરોગનાં ડોક્ટરો તથા અભ્યાસરત ડોક્ટરોને એક સચોટ માર્ગદર્શન મળી રહે એવી રીતે વિવિધ કેસ સ્ટડી રજૂ કરવામાં આવી છે.
૩ કલાકની વય ધરાવતી નવજાત બાળકી થી લઇ ૧૬ વર્ષની તરુણી સુધીની વયજૂથનાં બાળકોનાં વિવિધ રોગોનાં કુલ ૫૦ કેસ અહી રજૂ કરવામાં આવ્યા છે.
દર્દી અને તેનાં પરીવારની ગુપ્તતા જાળવવાનાં સિદ્ધાંતને અનુસરી અહીં બાળદર્દીઓની શારીરીક સ્થિતિની વિગત જ પ્રસ્તુત કરવામાં આવી છે.
દર્દી આવ્યા ત્યારે શું હાલત હતી? દર્દીનાં આ પહેલા ક્યાં ક્યાં પરીક્ષણ થઇ ચૂક્યા હતા?દર્દીનાં દાખલ થયા પછી શું પરીક્ષણ થયા? શું પ્રાથમિક નિદાન થયું અને શું અંતિમ નિદાન થયું? તથા શું સારવાર સફળ નીવડી વગેરે બાબતોનો પદ્ધતિસરનો ચિતાર તબીબી ભાષામાં આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે. જે પીડીયાટ્રીક ડોક્ટરો માટે ખૂબ જ ઉપયોગી થઇ શકે એમ છે.
બીજા શબ્દોમાં કહીએ તો દાયકાઓનો અનુભવ ધરાવતા ડો. ડી.એમ.પોપટ તથા તેમની બાળરોગ તજજ્ઞ પુત્રીઓ ડો. ઈશાની પોપટ નથવાણી અને ડો. જુઇ પોપટ રાજાનાં જ્ઞાન અને સફળતાનો અર્ક એટલેકે સાર નવા બાળરોગ નિષ્ણાંત માટે તો આશીર્વાદ સમાન છે જ પરંતુ અનુભવી બાળરોગ નિષ્ણાંત તબીબને પણ કોઈ જટીલ કેસમાં ઉપયોગી થઇ શકે એવો છે.દરેક કેસમાં ઉપયોગી સૂચનો કે સલાહ સમાન બાબતો તથા વિચિત્ર કે નોંધપાત્ર બાબતો બોલ્ડ અક્ષરોમાં નોંધવામાં આવ્યા છે.
ડો. ડી.એમ.પોપટ અને તેમની બાળરોગ નિષ્ણાંત પુત્રીઓ ડો. ઈશાની પોપટ નથવાણી તથા ડો. જુઇ પોપટ રાજાનું આ પુસ્તક બાળરોગનાં ડોક્ટરો માટે ટેક્સ્ટબુક અર્થાત પાઠ્યપુસ્તક સમાન બની રહે એવુ છે અને એ પણ એવુ પાઠ્યપુસ્તક જે પ્રેક્ટિકલ અનુભવો પરથી રચાયું હોય. એટલેકે કે આ એવા અનુભવનું અમૃત છે જેનાં ઉપયોગ વડે બાળકોને સંજીવની આપી શકાય.
પુસ્તક ઓફલાઇન તથા ઓનલાઇન ઉપલબ્ધ છે
આ પુસ્તક ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે ઉપલબ્ધ છે.ઓફલાઇનમાં ડો. જુઇ પોપટ રાજા, કલરવ હોસ્પિટલ, એસ.ટી.ડેપો પાસે જામનગરથી આ પુસ્તક પ્રાપ્ત કરી શકાય છે તથા ઓનલાઇન આ પુસ્તક એમેઝોન સહિતની ઈ-કોમર્સ સાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial