Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૨૯ સપ્ટેમ્બર, સોમવાર અને આસો સુદ સાતમનું રાશિફળ

મકર રાશિના જાતકોની ધારણા અવડી પડતા કામમાં મુશ્કેલી જણાય. અન્ય બે રાશિના જાતકોને વિવાદથી સંભાળવું. નોકરીની ચિંતા રહે.

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આડોશ-પાડોશમાં તેમજ ભાઈ-ભાંડુ સાથે વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે. પરદેશના કામમાં  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા  કરે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

પત્ની-સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ અનુભવાય. વાણીની સંયમતા રાખીને શાંતિથી કામકાજ  કરવું.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૪

 

Cancer (કર્ક: ડ-હ)

સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે કામકાજમાં રૂકાવટ વિલંબ જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું  પડે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૪

 

Leo (સિંહ: મ-ટ)

જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે ધ્યાન રાખવું પડે. અન્યના ભરોસે રહીને કોઈ કાર્ય  કરવું નહીં.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યાવહારિક કામો  થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૮-૪

 

Libra (તુલા: ર-ત)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. ભાઈ-ભાંડુ વર્ગની ચિંતા જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૨

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-ખર્ચ  જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સંતાનના પ્રશ્ને માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. મહત્ત્વના  નિર્ણયો ન લેવા.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપની ગણતરી-ધારણા અવડી પડતા કામકાજમાં મુશ્કેલીનો અનુભવ થાય. આવેશ-ઉશ્કેરાટમાં  આવી જવું નહીં.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યા કરે.  ઉચાટ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે સામાજીક-વ્યાવહારિક કામમાં સાવધાની રાખવી પડે. નાણાકિય લેવડદેવડમાં ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh