Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની પ્રથમ અમૃત ભારત અકસપ્રેસ ટ્રેનને વડાપ્રધાન મોદીએ બતાવી વર્ચ્યુઅલ લીલીઝંડી

સુરતના ઉધનાથી ઓડિસાના બ્રહ્મપુર સુધી દોડશે

                                                                                                                                                                                                      

સુરત તા. ૨૬: ગુજરાતને પ્રથમ અમૃત ભારત એકસપ્રેસ ટ્રેન મળી છે. પીએમ મોદીએ વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે.

ગુજરાતને તેની પહેલી અમૃત ભારત એક્સ્પ્રેસ ટ્રેન મળી રહી છે. જે સુરતના ઉધનાથી ઓડિશાના બહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. ૨૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે.

આ દરમિયાન રેલ મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન હાજર રહૃાા હતા. આ ટ્રેનમાં સીસીટીવી, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, અમૃત ભારત ટ્રેનનો પ્રારંભ સૌ પ્રથમ અયોધ્યાથી ગોરખપુર વચ્ચે થયો હતો. આ સામાન્ય વર્ગના મુસાફરોને ધ્યાને રાખીને બનાવાઈ છે. આ ટ્રેન સસ્તી અને આરામદાયક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર ૦૯૦૨૧/૦૯૦૨૨ તરીકે ચલાવવામાં આવશે. આ ટ્રેન નંબર ૧૯૦૨૧ ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ દર રવિવારે ઉધનાથી રવાના થશે અને વળતી મુસાફરી ટ્રેન નંબર ૧૯૦૨૨ બ્રહ્મપુર-ઉધના અમૃત ભારત એક્સપ્રેસ દર સોમવારે ૬ ઓક્ટોબરથી શરૂ થશે. બ્રહ્મપુર-ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ પાંચ રાજ્યોને જોડશે. આ ટ્રેન ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મહત્ત્વના જિલ્લાઓને જોડશે. આ ટ્રેન ૨૨ એલએચબી કોચ અને ટ્રેનની બંને એન્જિન ધરાવે છે. જેથી ટ્રેનમાં એન્જિન બદલ્યા વગર બંને દિશામાં મહત્તમ ૧૩૦થી ૧૬૦ કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. આ ટ્રેનમાં ઈપી બ્રેક લગાવવામાં આવી છે, બધાં જ કોચમાં એક સાથે બ્રેક લાગશે એટલે તેને રોકાવા માટે એર બ્રેક જેટલો સમય નહીં લાગે અને ઝડપથી રૂકી જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh