Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સહકારિતા વર્ષની ઉજવણી અંતર્ગત
જામનગર તા.૫ઃ જામનગરની અગ્રગણ્ય બેંક નવાનગર કો.ઓપ. બેંક લિ. દ્વારા સહકાર સપ્તાહ દરમ્યાન જામનગર જિલ્લા રજિસ્ટ્રાર સિદ્ધપુરાભાઈ આજે બપોરે ૩ વાગ્યે સહકારિતા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે નવાનગર બેંકની હેડ ઓફિસની મુલાકાત લેવા માટે આવ્યા ત્યારે બેંકની વાઈસ ચેરમેન ચેતનભાઈ ખટ્ટર અને સિનિયર ડાયરેક્ટર તુલસીભાઈ ગજેરા દ્વારા જિલ્લા રજિસ્ટ્રારનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા લાભાર્થીઓને લોન મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બેંકના ચીફ એક્ઝ્યુકુટિવ ઓફિસર પાઢે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું. તેમજ જિલ્લા રજિસ્ટ્રાર કટારમલ દ્વારા સહકારી ભૂમિકા અંગે વિસ્તૃત સમીક્ષા આપી હતી તેમજ ગ્રાહકોમાંથી પરેશભાઈ પાલાએ જણાવેલ કે તે બેંક સ્થાપના વખતથી નવાનગર બેંક સાથે વ્યવહાર ચલાવે છે અને નાની લિમિટથી માંડી આજે મોટી લોન વાપરી રહ્યા છે.નવાનગર બેંકના પૈસા શુકનવંતા છે.
ડિસ્ટ્રિકટ રજિસ્ટ્રાર ઓફિસ વતી સિદ્ધરાજસિંહ તથા બેંક વતી ડાયરેકટર બીપીનભાઈ કનખરા, કૃણાલભાઈ શેઠ, અમિતભાઈ કુંડલીયા, એ.જી.એમ.પાઠક તેમજ સુનીતા મેડમ આદિ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અજયભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યુ હતું અને ઉપસ્થિત ગ્રાહકોને પોતાનો કિંમતી સમય આપવા બદલ આભાર માન્યો હતોે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial