Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાંબુડાના પાટીયા પાસેથી પકડી લેવાયોઃ
જામનગર તા. ૧૧: જામનગરના ગ્રામ્ય પંથકમાં ગયા વર્ષે થયેલી એક ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા મૂળ જોડિયા-ભુંગાના અને હાલ રાજકોટમાં રહેતા શખ્સને જાંબુડાના પાટીયા પાસેથી પકડી લેવામાં આવ્યો છે.
જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે નોંધાયેલા ઘરફોડ ચોરીના એક ગુન્હામાં રાજકોટમાં વસવાટ કરતા મૂળ જોડિયા-ભુંગાના નવાઝ ઈશાભાઈ ચંગડા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો.
ઉપરોક્ત આરોપી જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટીયા પાસે આવ્યો હોવાની બાતમી પંચકોશી એ ડિવિઝનના એએસઆઈ નિર્મળસિંહ બી. જાડેજા, ચેતન ઘાઘરેટીયા, કાસમ બ્લોચને મળતા પીઆઈ એમ.એન. શેખને તેનાથી વાકુફ કરાયા પછી પીએસઆઈ એ.આર. પરમાર તથા સ્ટાફે જાંબુડા પાટીયા પાસે દોડી જઈ આ શખ્સને અટકાયતમાં લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial