Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ જેન્તીગર પરસોત્તમગર ગોસાઈ (ઉ.વ.૭૬) તે રિતેશભાઈના પિતાનું તા. ૧૦-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. તા. ૧૨-૩ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ વાગ્યા દરમ્યાન જલારામ મંદિર, સાધના કોલોની, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી સ્વ. ભોગીલાલ લક્ષ્મીશંકર દવે પરિવારના અરૂણભાઈ ભોગીલાલ દવેના પત્ની ગીતાબેનનું તા. ૯-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૨-૩ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન ભાઈઓ માટે લાલ બહાદુર શાસ્ત્રીનગર કોમ્યુનિટી હોલમાં અને બહેનો માટે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવી છે.લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે.
જામનગરઃ બ્રહ્મક્ષત્રિય પંકજભાઈ હરગણ (ઉ.વ.૬૨) તે સ્વ. ધનવંતરાય મણિલાલ હરગણના પુત્ર, સ્વ. રમણીકલાલ, સ્વ. અરવિંદભાઈ, પ્રફુલભાઈના ભત્રીજા, ભગવતીબેન, સ્વ. બીનાબેન, વર્ષાબેન, સચિનભાઈ, હિતેનભાઈ, કેતનભાઈ, સમીરભાઈ,ગૌતમભાઈના ભાઈનું તા. ૧૦-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૧-૩ને બુધવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળીયા ગેઈટ બહાર, જામનગરમાં રાખવામાં આવી છે. લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે.
જામનગરઃ ગુજરાતી હાલારી સમવાય ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ એડવોકેટ શૈલેષભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૬૧) તે સ્વ. ગુલાબરાય અનંતરાય ઉપાધ્યાય તથા ગં.સ્વ. ચંદનબેનના પુત્ર, જીજ્ઞાબેનનના પતિ, સ્વ. જયંતિલાલ ભગવાનલાલ પંડયાના જમાઈ, વિહા કિશનકુમાર ઉપાધ્યાય, વિહારના પિતા, ધર્મેન્દ્રભાઈ, રમેશભાઈ, કિરણબેન હિતેશકુમાર શુક્લ (રાજકોટ)ના ભાઈ, સ્વ. વસંતરાય ભૂપતરાય ભટ્ટના ભાણેજનું તા. ૧૧-૩ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા. ૧૨-૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામકલ્યાણપુરઃ ગૌ.વા. ગોપાલદાસ મથુરદાસ હિંડોચાના પુત્રવધૂ જયશ્રીબેન હિંડોચા (ઉ.વ.૫૩) તે સુનિલભાઈના પત્ની, અજય, ઉર્વશીના માતા, મુકેશભાઈ, સ્વ. કિશોરભાઈના ભાભી, હરીભાઈ કરશનદાસ બદીયાણીના બહેનનું તા. ૧૦-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા મોસાળપક્ષની સાદડી તા. ૧૨-૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન શ્રી જલારામ મંદિર, જામકલ્યાણપુરમાં રાખવામાં આવી છે.
જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અભિલાષ ઘોડાના પત્નીનું નિધન
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા દિગ્દર્શક-નિર્માતા અભિલાષ ઘોડાના પત્ની કેતકી ઘોડા (ઉ.વ.૫૯) તે દિક્ષીત ઘોડાના ભાભી, કરન, વિવેકના માતા, માહિતી વિભાગના પૂર્વ કેમેરામેન હર્ષેન્દુ ઓઝાના બહેનનું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૦-૩ને મંગળવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન સિંધુ ભવન, સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર, અમદાવાદમાં રાખવામાં આવી છે.