Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૧૭: જામનગર નજીકના અલીયા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની શ્રમિક પરિવારના સોળ વર્ષના પુત્રએ કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગર નજીકના અલીયા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની રાજુભાઈ કલીયાભાઈ મંડોડ નામના આદિવાસી પ્રૌઢની સાથે તેમના પત્ની, પુત્ર પણ આવ્યા હતા.
આ પરિવાર ત્યાં જ ઝૂંપડું બાંધીને વસવાટ કરતો હતો. તે દરમિયાન ગઈ તા.૧૧ની સવારે રાજુભાઈના સોળ વર્ષના પુત્ર નરેશભાઈએ પોતાના ઝૂંપડાની બાજુમાં આવેલા બાવળના ઝાડમાં દોરડું બાંધી અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની જાણ થતાં નરેશભાઈને નીચે ઉતારી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ તરૂણનું મૃત્યુ થયું છે. પિતા રાજુભાઈ કલીયાભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને તેની જાણ કરી છે. પોલીસે આ તરૂણની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial