Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવ વધારાનો ૫રપોટો ફૂટ્યોઃ સોના-ચાંદીની માર્કેટ ક્રેશ
મુંબઈ તા. ૧૭: સતત બીજ દિવસે ચાંદીની કિંમતો ધડામ દઈને તૂટી છે, અને સોનાની ચમક પણ ફિક્કી પડી છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર સતત ચાલુ છે અને દરરોજ આ કિંમતી ધાતુઓ સસ્તી થઈ રહી છે. સોમવારના મોટા ઘટાડા બાદ મંગળવારે પણ ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ખૂલતાની સાથે જ ચાંદીના ભાવમાં રૂ।. ૪,૬૦૦ થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
બીજી તરફ સોનાના ભાવ પણ ગગડ્યા છે. ચાંદી હવે તેના ઓલટાઈમ હાઈ લેવલથી રૂ।. ૧.૮૦ લાખથી વધુ સસ્તી મળી રહી છે. જ્યારે સોનું રૂ।. ૩૮,૦૦૦ થી વધુ સસ્તુ થયું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીનો પરપોટો ફૂટી ગયો હોય તેમ લાગી રહ્યું છે. તેને આ રીતે સમજી શકાય છે કે, ગત્ તા. ર૯-જાન્યુઆરીએ ચાંદીનો ભાવ પ્રથમ વખત પ્રતિ કિલો રૂ।. ૪ લાખને પાર કરી રૂ।. ૪,ર૦,૦૪૮ ના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો હતો. આ હાઈ લેવલથી અત્યાર સુધીમાં ચાંદી પ્રતિ કિલો રૂ।. ૧,૮૦,૧પ૭ સસ્તી થઈ ચૂકી છે.
સપ્તાહના બીજા ટ્રેડીંગ દિવસે એટલે કે, મંગળવારે પણ એમસીએક્સ પર ચાંદીના ભાવ ખૂલતાની સાથે જ ઘટતા જોવા મળ્યા હતાં. સોમવારે પ-માર્ચની એક્સપાયરીવાળી ચાંદી રૂ।. ર,૩૯,૮૯૧ પ્રતિ કિલો પર બંધ થઈ હતી. જેની સરખામણીમાં મંગળવારે ખૂલતાની સાથે જ તે ઘટીને રૂ।. ર,૩પ,ર૦૬ પર આવી ગઈ હતી. આ મુજબ જોતા એક ઝટકે ૧ કિલો ચાંદીના ભાવમાં રૂ।. ૪,૬૮પ નો ઘટાડો થયો છે.
સોનાના ભાવની વાત કરીએ તો ધાતુમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, વચ્ચે-વચ્ચે ભાવમાં થોડો ઉછાળો પણ આવ્યો હતો. મંગળવારે ર-એપ્રિલની એક્સપાયરીવાળા સોનાનો વાયદો તેના અગાઉના બંધ રૂ।. ૧,પ૪,૭૬૦ થી ઘટીને રૂ।. ૧,પ૩,પપ૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે આવી ગયો હતો. એટલે કે, સોનાના ભાવમાં રૂ।. ૧,ર૧૦ નો ઘટાડો થયો છે.
સોનાના ભાવે પણ ગત્ તા. ર૯-જાન્યુઆરીએ ચાંદીની જેમ જ તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી હતી. રોકેટની ગતિએ વધતા સોનાના ભાવ (ર૪ કેરેટ) પ્રતિ ૧૦ ગ્રામ રૂ।. ૧,૯૩,૦૯૬ પર પહોંચ્યા હતાં. આ સ્તરે પહોંચ્યા બાદ કિંમતો ઘટવાનો એવો સિલસિલો શરૂ થયો, જેની અસર અત્યાર સુધી જોવા મળી રહી છે. સોનુ તેના હાઈ લેવલથી અત્યાર સુધીમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂ।. ૩૮,૩૩૬ સસ્તુ થઈ ચૂક્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial