Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા ખરીદનારને વ્યાજ સાથે રકમ ૫રત અપાશેઃ
જામનગર તા. ૩૧: જામનગરના એક આસામીએ પટેલકોલોનીમાં ખરીદેલા ફલેટના ૨૦ વર્ષ પહેલાનાં તફાવતના વેરાની બાકી રકમની ભરપાઈ કરવા જામ્યુકો દ્વારા દબાણ કરાતા અદાલતનો આશરો લેવાયો હતો. અદાલતે તેઓની રકમ વ્યાજ સાથે પરત આપવા અને જૂના ફલેટધારકને વેરો ચૂકવી આપવા આદેશ કર્યાે છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નં.૮/૯માં રાજમહેલ એપાર્ટમેન્ટમાં આવેલો એક ફ્લેટ ખરીદવા હર્ષદભાઈ રાજેન્દ્રભાઈ દવેએ અખબારમાં નોટીસ આપ્યા પછી તેના માલિક રમેશભાઈ જીવરાજભાઈ પિત્રોડા અને મનિષાબેન રમેશભાઈ પિત્રોડા પાસેથી તે ફલેટ ખરીદ્યો હતો. તે ફલેટના નામ ટ્રાન્સફર માટે જામ્યુકોમાં અરજી કરાતા જામ્યુકોએ વર્ષ ૨૦૦૧થી ૨૦૦૬ સુધીના વર્ષના આ ફલેટના વેરાની રકમ-રૂ।.૧,૦૦,૬૬૯ બાકી હોવાનું જણાવી મિલકત જપ્તીની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. તેથી હર્ષદભાઈએ રૂ।.૩૧,૭૪૭ વાંધા સાથે ભર્યા હતા.
ત્યારપછી દીવાની અદાલતમાં હર્ષદભાઈએ દાવો કરી અગાઉના માલિકની વેરાની બાકી રકમ ભરપાઈ કરવાની જવાબદારી તેઓની નથી અને અગાઉના ફલેટધારકના બાકી વેરાની વસૂલાત તેમની પાસેથી કરાઈ છે તેમ જણાવ્યું હતું. તેની સામે જામ્યુકો દ્વારા દલીલ કરાઈ હતી કે, અગાઉના ફલેટધારકના બાકી તફાવતના વેરાની રકમ તેઓ હાલના ફલેટધારક પાસેથી વસૂલ લેવા હક્કદાર છે અને અગાઉના ફલેટધારક રમેશભાઈ તથા મનિષાબેને વેચાણ આપેલા ફલેટના દસ્તાવેજની તારીખ સુધી વેરાનું બીલ ભરપાઈ કરી આપ્યું છે એટલે તેઓ બાકી તફાવતના વેરાની રકમ ભરવા જવાબદાર નથી તેવો જવાબ રજૂ કર્યાે હતો.
તેની સામે હર્ષદભાઈ દવેના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે હર્ષદભાઈ દ્વારા ભરવામાં આવેલી રકમ વ્યાજ સાથે પરત કરવા જામ્યુકોને આદેશ કરવા ઉપરાંત ઉપરોક્ત રકમ ભરપાઈ કરવા રમેશભાઈ અને મનિષાબેન પિત્રોડાને આદેશ કર્યાે છે. આ બંને આસામી તેમજ જામ્યુકોએ વાદીને ખર્ચ પણ ચૂકવી આપવો તેવો હુકમ કરાયો છે. વાદી તરફથી વકીલ ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial