Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લામાં એક વર્ષ બે મહિનાની ફરજો દરમિયાન લોકપ્રિય બનેલા
જામનગર તા. ૩૧: જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર વયનિવૃત્ત થતાં જિલ્લા પ્રસાશન દ્વારા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી વિદાય લેતી વેળાએ તેઓ ભાવુક થયા હતાં.
જામનગર જિલ્લાના વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત સેવાઓ આપનાર તથા જામનગર જિલ્લાના ૫૨માં કલેકટર તરીકે ૧ વર્ષ અને ૨મહિના સુધી પોતાની ફરજો નિભાવનાર જિલ્લા કલેકટર કેતન ઠક્કર વયનિવૃત્ત થતા જિલ્લા પ્રશાસન, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને ભવ્ય અને ભાવુક વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારંભ દરમિયાન સમગ્ર માહોલ લાગણીસભર બની ગયો હતો, જ્યાં સહકર્મચારીઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમના કાર્યકાળની યાદો તાજી કરવામાં આવી હતી.
વકતાઓએ મૂકતકંઠે પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે, કલેકટર કેતન ઠક્કરે પોતાના કાર્યકાળ દરમિયાન જામનગર જિલ્લામાં અનેક વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી, જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે શિક્ષણ, આરોગ્ય, પાણી વ્યવસ્થા, શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. ખાસ કરીને જનસેવા માટેની તેમની પ્રતિબદ્ધતા અને ઝડપી નિર્ણયક્ષમતા તેમને એક લોકપ્રિય અને અસરકારક પ્રશાસક તરીકે ઓળખ અપાવી છે. જિલ્લા પ્રશાસનને વધુ પારદર્શક, જવાબદાર અને પ્રજાસહભાગી બનાવવામાં તેમનું યોગદાન પ્રશંસનીય રહૃાું છે.
વિદાય પ્રસંગે કેતનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, જામનગર સાથેનો તેમનો સંબંધ માત્ર ફરજ પૂરતો નહોતો, પરંતુ લાગણી અને જવાબદારી સાથે જોડાયેલો હતો. અહીં કામ કરતી વખતે મળેલો સહકાર અને પ્રેમ જીવનભર યાદગાર રહેશે. સહકર્મચારીઓ અને નાગરિકો પાસેથી મળેલા સહકાર માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના વિચારો વ્યક્ત કરતાં તેઓ ભાવુક બની ગયા હતા.
અંતમાં તેઓએ કલેકટર કચેરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરી લાગણીસભર માહોલમાં વિદાય લીધી હતી. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી, તેમની સ્વસ્થ અને સુખમય નિવૃત્તિજીવન માટે કામના વ્યક્ત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial