Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં 'સ્વદેશી મેળા'નો પ્રારંભઃ ૧૩ માર્ચ સુધી ચાલશે

વોકલ ફોર લોકલના મંત્ર સાથે

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૯: ધ્રોલમાં વોકલ ફોર લોકલના મંત્ર સાથે ભવ્ય સ્વદેશી મેળાનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને નગરપાલિકા પ્રમુખ વિનુભાઈ વાઘેલાના હસ્તે રિબીન કાપી ઉદ્ઘાટન કરાયુ હતું.

ધ્રોલ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા અને 'વોકલ ફોર લોકલ' ના મંત્રને સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે ધ્રોલ નગરપાલિકા દ્વારા એક ભવ્ય 'સ્વદેશી મેળો - (શોપિંગ ફેસ્ટિવલ)' નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું આયોજન તા. ૦૭-૦૩-૨૦૨૬ થી ૧૩-૦૩-૨૦૨૬ સુધી કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાનો છે.

આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહ ૭ માર્ચના ચંદ્રસિંહજી શાક માર્કેટની અંદર યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ (વિજયભાઈ) વાઘેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ ગોસાઈ, અને ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ કોટેચા ઉપસ્થિત રહૃાા હતા.

આ ઉપરાંત સંગઠન મહામંત્રીઓ સહિતના આગેવાનો અને નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો પણ આ કાર્યક્રમમાં હાજર રહૃાા હતા.

'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' ના નારા સાથે યોજાયેલા આ મેળામાં વિવિધ પ્રકારના સ્વદેશી ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ ના સ્ટોલ પણ કાર્યરત છે. ધ્રોલના નગરજનો માટે આ મેળો સવારે ૯:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.

નગરપાલિકાના તમામ સભ્યો દ્વારા જાહેર જનતાને આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh