Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૮ લાખ ૪૮ હજારનો મુદ્દામાલ કબજે કરાયોઃ વધુ ત્રણની શોધખોળઃ
જામનગર તા. ૧૩: ભાણવડના સાજડીયારી ગામ પાસે પવનચક્કીની એક કંપનીના ટાવર પાસેથી રૂ।.૬ લાખથી વધુની કિંમતની કોપરની ૮૮ પ્લેટ ચોરાઈ ગઈ હતી. તે ગુન્હામાં દ્વારકા એલસીબીએ કુખ્યાત સાતનારી ગેંગના ત્રણ શખ્સને દબોચી લીધા છે અને રૂ।.૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યાે છે. વધુ ત્રણ સાગરીતની શોધ કરાઈ રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સાજડીયારી ગામના પાટીયા પાસે આવેલી પાવરીકા કંપનીના ટાવર લોકેશન પરથી કોપરની ૮૮ પ્લેટની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
તે દરમિયાન દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમ પીઆઈ બી.જે. સરવૈયાની સૂચનાથી અને પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે જામનગરના ધ્રોલના પરેશ ઉર્ફે પરીયા ધીરૂભાઈ વાઘેલા, સિક્કા પાટીયા નજીક જીઆઈડીસીમાં રહેતા કિશોર બચુભાઈ સોલંકી તથા ખંભાળિયાના મહેશ મનસુખભાઈ સોલંકી નામના ત્રણ શખસને દબોચી લેવાયા હતા.
સાતનારી ગેંગના ઉપરોક્ત ત્રણ સદસ્યની પૂછરછ કરાતા તેઓએ પોતાના અન્ય ત્રણ સાગરિત સિક્કા પાટીયા નજીક રહેતા ધીરૂ મનજીભાઈ સોલંકી, બાબુ મનજીભાઈ સોલંકી તથા ખંભાળિયાના કરણ જયંતિભાઈ સોલંકીના નામ આપ્યા છે અને ચોરાઉ ૮૮ પ્લેટ કાઢી આપી છે. એલસીબીએ રૂ।.૬,૩૮,૪૦૦ની પ્લેટ, જીજે-૩-બીએક્સ ૧૨૦૨ નંબરનો છકડો તથા બે મોબાઈલ મળી કુલ રૂ।.૮,૪૮,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સની પૂછપરછ હાથ ધરી છે અને ત્રણ સાગરિતોની શોધ આરંભી છે.
ઝડપાયેલા પરેશ ઉર્ફે પરીયા સામે વાડીનાર તેમજ લાલપુર અને પડાણામાં ત્રણ ગુન્હા, કિશોર સોલંકી સામે જામનગર, ખંભાળિયા, અમરેલી, રાજકોટમાં કુલ સાત ગુન્હા, મહેશ સોલંકી સામે રાજકોટ, જામનગર, ખંભાળિયામાં ચાર ગુન્હા નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial