Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વરમાં આવતીકાલે મહાશિવરાત્રિ ૫ર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે

દ્વારકા જ્યોતિર્લિંગમાં મનાતા દ્વારકા નજીકના

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૪: દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગમાં આવતીકાલે રવિવારે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાશે. મહાઆરતી, ચાર પ્રહરની પૂજા સહિતના ધાર્મિક આયોજનો થશે.

યાત્રાધામ દ્વારકાથી ૧૦ કિ.મી. દૂર આવેલ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભક્તિભાવ સાથે ધર્મમય ઉજવણી કરવામાં આવશે.

મહાશિવરાત્રિ એ શિવજીની આરાધનાનું મહાપર્વ હોય, આ પાવન પર્વે ભાવિકો દ્વારા શિવજીની વિશેષ આરાધના કરવામાં આવે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં મહાશિવરાત્રિ પર્વે આરતી તથા રાત્રિના ચાર પ્રહરની પૂજા સહિતના ધાર્મિક આયોજનો હાથ ધરાયા છે.

મહશિવરાત્રિ પર્વે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પ્રાતઃ આરતી સવારે ૮ કલાકે યોજાશે, જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો જોડાશે. નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સેવાભાવી ભાવિકો તથા તંત્રની મદદથી યાત્રિકો માટે વિશેષ વ્ય્વસ્થાઓ કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર ચાર પ્રહરની પૂજા કરવાથી ભક્તોને શિવકૃપા, કલ્યાણ, આરોગ્ય અને મનોઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાશિવરાત્રિએ પ્રથમ પ્રહર રાત્રિના ૯ થી ૧૧ સુધી, દ્વિતીય પ્રહર રાત્રે ૧૧ થી ૧ સુધી, તૃતીય પ્રહર રાત્રે ૧ થી ૩ સુધી તેમજ ચતુર્થ પ્રહર વહેલી સવારે ૩ થી પ વાગ્યા સુધી એમ રાત્રિના ચારેય પ્રહર દરમિયાન વિશેષ શિવપૂજા કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રિના ૧ર કલાકે શિવજીની વિશેષ આરતી પણ કરવામાં આવશે.

દ્વારકા ઉપરાંત મીઠાપુર, ઓખા, બેટદ્વારકા, બારાડી, પોરબંદર તરફથી મહાશિવરાત્રિ પર્વ પૂર્વે જ બહોળી સંખ્યામાં શિવભક્તો પગપાળા યાત્રા કરી વહેલી સવારે નાગેશ્વર પહોંચનાર છે. મંદિરમાં ભાવિકોની ભીડ રહેતી હોય, આરતી તથા ચાર પ્રહરની પૂજા માટે મહાશિવરાત્રિ પૂર્વે નાગેશ્વર મહાદેવ મંદિર કાર્યાલયે પૂર્વ નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh