Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સીસી ટીવી ચેક કરવાથી રહસ્ય ખૂલી શકે'
જામનગર તા. ૧૦: જામનગરમાં ટાઉનહોલથી સાત રસ્તા સુધીના ગૌરવ પથ ઉપર જિલ્લા હોમગાર્ડ કચેરી પાસે ક્રિકેટ બંગલા સામે રસ્તા પર આવેલ વીજ ટીવી સ્ટેશન ફરતેની લોખંડની ગ્રિલ અચાનક ભારે ક્ષતિગ્રસ્ત થઈ જતા કોઈ મોટું વાહન અહીં અથડાયુ હોવાની આશંકા સેવાઈ રહી છે.
ગ્રિલની સ્થિતિ જોતા અકસ્માત તીવ્ર હોવાનો અંદાજ આવે છે, ત્યારે વીજ ટી.વી. સ્ટેશન હોય જો શોર્ટ શર્કીટ થઈ હોત તો કોઈ મોટો અને જીવલેણ અકસ્માત પણ સર્જાઈ શકત. સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ શહેરના ટ્રાફિકથી ધમધમતા ગૌરવ પથ પર આવા અકસ્માતો નિવારવા સીસી ટીવી કેમેરાઓ તપાસી જવાબદારો સામે પગલાં લેવાય એ જરૂરી છે. ઉલ્લેખનિય છે કે, ઘટના સ્થળની એકદમ નજીક જ નેત્રમના કેમેરાઓ છે.
ટીવી સ્ટેશન તથા તેની ફેન્સીંગ ગ્રિલ પીજીવીસીએલની સંપત્તિ હોય, આ અંગે વીજતંત્ર દ્વારા પણ તપાસ સંબંધિત આનુષાંગિક કાર્યવાહી અપેક્ષિત છે અથવા કરી હશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial