Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના માર્કેટ યાર્ડ રોડ પર પૂરપાટ ધસી આવેલા ટેન્કરે પ્રૌઢને ટક્કર મારી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: ધ્રોલ શહેરના માર્કેેટીંગ યાર્ડ રોડ પરથી સપ્તાહ પહેલા પસાર થતા મૂળ ધ્રાંગડાના એક પ્રૌઢ પરથી ટેન્કર ફરી વળ્યું હતું. ટેન્કરની ટક્કર વાગતા રોડ પર પછડાયેલા પ્રૌઢના પગમાં ફ્રેકચર થઈ ગયું છે. અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

ધ્રોલ શહેરની ગજાનંદ સોસાયટીમાં વસવાટ કરતા મૂળ ધ્રાંગડા ગામના વતની મુકેશભાઈ હીરજીભાઈ ભાલોડીયાના પિતા હીરજીભાઈ ગઈ તા. ૩૧ ની સવારે ધ્રોલમાં આવેલા માર્કેટ યાર્ડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જીજે ૧૦ ટીએકસ ૬૬૮૯ નંબરના ટેન્કરે તેઓને હડફેટે લઈ લીધા હતા.

પૂરપાટ ઝડપે ધસી આવેલા ટેન્કરે હીરજીભાઈને ટકકર મારતા રોડ પર પછડાયેલા આ પ્રૌઢના પગ પરથી ટેન્કરનું ટાયર ફરી વળ્યું હતું તેથી હીરજીભાઈને ફ્રેકચર થઈ ગયું છે. આ પ્રૌઢને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા છે. ટેન્કર ચાલક સામે મુકેશભાઈએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh