Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ડિયન ડેન્ટલ એસો.ના નવા હોદ્દેદારો તરીકે ૩૬ મહિલા ડેન્ટિસ્ટ તબીબો સાથેની ટીમની વરણી

આઈ.ડી.એ.ની જામનગર શાખામાં નારી સશક્તિકરણના દર્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશનની જામનગર શાખામાં વર્ષ ૨૦૨૬ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અને નારી સશક્તિકરણના દર્શન થયા છે. એસોસિએશનના નવા હોદ્દેદારો તરીકે સંપૂર્ણ (૩૬ મહિલા તબીબ) મહિલાઓની ટીમની વરણી કરવામાં આવી છે. જે દંતચિકિત્સા ક્ષેત્રમાં મહિલાઓના સશક્ત નેતૃત્વ અને કાર્યક્ષમતાનું પ્રતીક બની છે.

તાજેતરમાં વાર્ષિક સામાન્ય સભા વર્ષ ૨૦૨૫ના પ્રમુખ ડો. દિપ્તીબેન બુચના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ ૨૦૨૫ના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતા વર્ષ ૨૦૨૬ માટે નવી કાર્યકારી સમિતિની સર્વસંમતીથી વરણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬ માટે ડો. સ્મિતા રૂપારેલીયાને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, તેમના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ મહિલા ટીમ એસો.ની જવાબદારી સંભાળશે.

નવી કાર્યકારી સમિતિમાં સેક્રેટરી તરીકે ડો. ધારા રાણા, ખજાનચી ડો. અપૂર્વા ગુપ્તા મહેતા, જોઈન્ટ સેક્રેટરી ડો. ખ્યાતી ગોસાઈ, આસીસ્ટન્ટ સેક્રેટરી ડો. નિકિતા અગ્રવાલ, સહાયક ખજાનચી ડો. ધ્વનિ કારીયા સહિત કુલ ૩૬ સભ્યોની સંપૂર્ણ મહિલા ટીમનો સમાવેશ થાય છે.

આ સંપૂર્ણ મહિલા ટીમ દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન દંપ આરોગ્યના ક્ષેત્રે વ્યાપક અને લોકહિતકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને સામાન્ય નાગરિકોમાં દંત આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મફત ડેન્ટલ ચેકઅપ કેમ્પ, શાળાઓમાં બાળકો માટે ઓરલ હાઈજીન અવેરનેસ પ્રોગ્રામ તેમજ વૃદ્ધો અને ખાસ જરૂરિયાત ધરાવતા લોકો માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. તેમજ દંતચિકિત્સકોના વ્યાવસાયિક વિકાસ માટે આધુનિક ટેકનોલોજી આધારીત સેમિનાર, વર્કશોપ, હેન્ડસ-ઓન ટ્રેનીંગ પ્રોરામ અને સતત દંત શિક્ષણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી ડોક્ટરો નવીનતમ સારવાર પદ્ધતિઓથી માહીતગાર બની શકે.

નવા નેતૃત્વ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. મહિલા દંતચિકિત્સકોને મંચ અને માર્ગદર્શન આપવાના હેતુથી મેન્ટરશીપ પ્રોગ્રામ, મહિલા સશક્તિકરણ સંબંધિત કાર્યક્રમો તેમજ પરિવારલક્ષી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના પણ ઘડવામાં આવી છે.

ઈન્ડિયન ડેન્ટલ એસો.ની જામનગર શાખાની આ પહેલ માત્ર સંસ્થા માટે નહી પરંતુ સગમ્ર આરોગ્ય ક્ષેત્ર માટે પ્રેરણારૂપ બની રહેશે. મહિલાઓના સંવેદનશીલ, સક્રિય અને આયોજનબદ્ધ નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૬ દરમિયાન સંસ્થા દ્વારા નવી દિશા અને ઊંચા માપદંડ સ્થાપિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh