Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે રાજ્યના ચૂંટણી પંચના રોલ ઓબ્ઝર્વર કે.કે. મિશ્રાએ મુલાકાત લઈને મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની સમીક્ષા કરી હતી તથા દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા બન્ને વિધાનસભાની મતદાર યાદી સુધારણા કાર્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમના વિશેષ મુદઓ ડુપ્લીકેટ નામો દૂર કરવા, ગેરહાજર, સ્થળાંતરીત તથા મૃત મતદારોનું મેપીંગ કરવાની સાથે લાયક મતદારોનો સમાવેશ કરીને લોકશાહીને સશકત અને પારદર્શક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
ઘણાં લાંબા સમય પછી વ્યાપક સ્તરે મતદાર યાદી સુધારણા કાર્ય થઈ રહ્યું છે ત્યારે તમામ અધિકારીઓએ મિશન મોડમાં કામ કરીને નક્કી કરેલી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા બાકી રહેલ હીયરીંગ, નોટીસ બજવણી, હક્ક દાવા તથા વાંધા અરજીઓની કામગીરી ઝડપથી તથા ચોક્કસાઈપૂર્વક કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં બન્ને વિધાનસભાના એ.આર.ઓ. પ્રાંત દ્વારકા અમોલ આવરે તથા કે.કે. કરમટાએ વિગતો આપી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશકુમાર તન્ના, અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, મદદનીશ જિલ્લા અધિકારી એ.જે. રાજપૂત જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial