Advertisement
Author: નોબત સમાચાર

મૃદુ છતાં મકકમ ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષની સફર

ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૩: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહૃાા છે. આ ચાર પિલર પર  વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે. મુખ્યમંત્રીએ આ ચાર વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહૃાું છે. ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.

કોર્પોરેટરથી મુખ્યમંત્રી

સુધીની સફર

૧૫ જુલાઈ, ૧૯૬૨ના અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ ૧૯૮૭માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ. ૧૯૯૫-૯૬માં તેઓ મેમનગર નગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. તેમણે ૧૯૯૯-૨૦૦૦ સુધી પહેલી ટર્મ અને ૨૦૦૪-૨૦૦૬ સુધીની બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી. ત્યારબાદ વર્ષ ૨૦૦૮-૨૦૧૦ સુધી તેમણે એએમસી સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને તે પછી ૨૦૧૦-૨૦૧૫ દરમિયાન થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે ફરજ બજાવી. ૨૦૧૫-૨૦૧૭ દરમિયાન તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (એયુડીએ)ના ચેરમેન તરીકે સેવાઓ આપી અને વર્ષ ૨૦૧૭માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, અને રાજ્યની વિકાસ યાત્રાની શાસનધુરા સંભાળી. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને ૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ના તેમણે સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

મક્કમ વ્યક્તિત્વ, મક્કમ નિર્ણયો

આ ચાર વર્ષો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવના તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા અને ૪ લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત, દ્વારકા અને સોમનાથમાં પણ ગેરકાયદો દબાણો દૂર કરવામાં આવ્યા અને સોમનાથમાં અંદાજે ૪ લાખ ૭૯ હજાર ચોરસ મીટરથી વધુ તેમજ દ્વારકામાં અંદાજે ૧ લાખ ૫૪ હજાર ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર આચરતા લગભગ ૫૦ જેટલા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે માનનીય મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ ઉપરાંત, જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી કરવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સામાન્ય જનતાના હિતમાં રાજ્ય સરકારે વીજળીના દરમાં તાજેતરમાં ૧૫ પૈસાનો ઘટાડો કર્યો છે, જે થકી રાજ્યની સામાન્ય જનતાને ૪૦૦ કરોડનો ફાયદો થશે. આ સાથે જ ખેડૂતોના હિતમાં  મુખ્યમંત્રીએ રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યની મહાનગર પાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે તેમજ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદિલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે.

સેવા અને સમર્પણના ૪ વર્ષ

રાજ્યના ૩૮ શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે પાયાની સુવિધાઓ ધરાવતા ૧૧૬ આશ્રયસ્થાન સ્થાપિત, આશ્રયસ્થાનોમાં દરરોજ ૧૦ હજાર લોકો આશરો મેળવે છે

દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને માથે છત મળી રહે તેવા મોદી સાહેબના વિઝનને આગળ વધારતા ચાર વર્ષમાં રાજ્યમાં ૧૫ લાખથી વધુ આવાસોનું નિર્માણ

પ્રાથમિક શાળાના બાળકોને બપોરના ભોજન ઉપરાંત પોષણયુક્ત પૌષ્ટિક આહાર મળે તે સુનિશ્ચિત કરવા 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'નો પ્રારંભ

રાજ્યના ૩.૨૬ કરોડ લોકોને લાભાર્થીઓને મળી રહૃાો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ

નમો શ્રી યોજના હેઠળ ૧ વર્ષમાં ૪ લાખ માતાઓને મળી ૨૨૨ કરોડની આર્થિક સહાય

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ૨૯૩ ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત, અત્યારસુધીમાં ૨ કરોડ ૬૮ લાખ લોકોને ભોજન વિતરણ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ ૪,૮૬,૬૩૨ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ

આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (પીએમજેએવાય-મા) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ૫ લાખની સહાય વધારીને ૧૦ લાખ

ગુજરાતમાં ૨.૯૨ કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ

પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (પીએમએનડીપી) અંતર્ગત ગુજરાતમાં કુલ ૨૮૩ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત

રાજ્યમાં કુલ ૩૫ ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં ૭૮ હજારથી વધુ દર્દીઓના ૨,૨૩,૯૭૯ કીમોથેરાપી સેશન્સ થયા

વર્લ્ડ ઓબેસિટી ડેના દિવસે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ

અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે 'જી-સફલ' (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલિઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહૂડ્સ) યોજના લોન્ચ

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૪ વર્ષમાં કુલ ૬૫૪૭ ભરતી મેળાઓ થકી ૫,૦૬,૭૪૧ લોકોને રોજગાર આપવામાં આવ્યો

'નમો લક્ષ્મી' યોજના શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યની ૧૦ લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ૧૦૦૦ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી

'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યના ૧.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ૧૬૧ કરોડથી વધુની સહાયની ચૂકવણી

કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ૧૬,૮૯૯ ગામો (૧૯.૪૮ લાખ ગ્રાહકો સાથે) નિયમિત મેળવે છે દિવસે વીજળી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત 'એક પેડ માઁ કે નામ' અભિયાન કાર્યક્રમ હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે

નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-૨૦૨૪ જાહેર

આદિજાતિ સમુદાયોના વિકાસ માટે ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ અમલી કરવામાં આવી

સુશાસનના ૪ વર્ષ

કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર 'ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન'- ની રચના

ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની રચના

રાજ્યના શહેરોને ભવિષ્યલક્ષી આયોજન સાથે ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ ૨૦૨૫ને 'શહેરી વિકાસ વર્ષ' જાહેર કરવામાં આવ્યું

રાજ્યમાં ૯ નવી મહાનગરપાલિકાઓ જાહેર કરી, હવે ગુજરાતમાં કુલ ૧૭ મહાનગરપાલિકાઓ

નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી મળ્યા બાદ આર.સી.એમ. દ્વારા બે હપ્તામાં ૧૦૦ ટકા ગ્રાન્ટની ફાળવણી કરાશે

'અ' વર્ગની નગર પાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ ૭૦ લાખ સુધીના કામોની તાંત્રિક - વહીવટી મંજૂરી આપી શકાશે.

'બ' વર્ગમાં ૫૦ લાખ  'ક' વર્ગમાં ૪૦ લાખ અને 'ડ' વર્ગમાં ૩૦ લાખ સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે

અર્નિગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે 'વિકસિત ગુજરાત ૨૦૪૭'નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

રાજ્યના શહેરો ગ્રોથ હબ બને તે દિશામાં ૬ ગ્રોથ હબ બનાવવાનું આયોજન

રાજ્યમાં ઇઝ ઑફ લિવિંગને વેગ આપવા નવી દરેક ટી.પી. સ્કીમમાં ૧ ટકા અર્બન ફોરેસ્ટ, ૧ ટકા પાર્કિંગ અને ૫ ટકા ઇ.ડબ્લ્યુ.એસ. માટે અનામત

રાજ્યના નાના નગરો સુનિયોજીત રીતે વિકસે તે માટે દરેક નગરપાલિકામાં એક ટીપી સ્કીમ વિકસાવાશે

શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે ૧૦૦થી વધુ ટીપી સ્કીમ મંજૂર થશે

 ૧ લાખ સુધીની વસ્તી ધરાવતા ૫૫ નગરો માટે જીઆઈએસ આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh