Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યે 'જામ્યુકો' હૈ... યહાઁ સબ કુછ મૂમકીન હૈ !!!
જામનગર તા. ૨૭: જામનગર શહેરમાં રેવન્યુ સર્વે નં.૯૮૧ તથા રેવન્યુ સર્વે નં.૧૦૨૨માં આંતરિક સવલતોનું કામ ચાલુ છે. આ બંને રેવન્યુ સર્વેનં. માં ગાડા માર્ગને ૧૮ મીટરના રોડ તરીકે લે-આઉટમાં મંજુર કરેલ છે. તેની બાજુમાં આવેલ રેવન્યુ નં. ૧૦૧૪ અને ૧૦૨૦માં પણ આ માર્ગને ૧૮ મીટરનો રોડ તરીકે મંજુર કરેલ છે. આ સમગ્ર મામલામાં અધિકારીઓ સાથે બિલ્ડરે મીલીભગત કરી નિયમો વિરૂદ્ધ ગેરકાયદે પ્રક્રિયા કરી હોવાના આક્ષેપ વિપક્ષ નેતા ધવલ નંદાએ કર્યો છે.
પરંતુ હાલમાં નવી ટી.પી.સ્કીમ નં. ૨૭ બનાવવામાં આવી છે. તેમાં આ રોડ ૧૮ મીટરમાંથી ૧૨ મીટર ગેરકાયદે કરી નાખેલ છે. જે ટી.પી.ડી.પી.ના અધિકારીને કોઈપણ જાતનું હકક, અધિકાર તથા સત્તા ન હોવા છતાં આ જમીન માલિક બિલ્ડર સાથે સોદો પાડી આર્થિક વહીવટ કરીને કાયદાની વિરૂદ્ધ તથા જી.પી.એમ.સી. એકટની વિરૂદ્ધ કરેલ છે. અને ટી.પી.ડી.પી. શાખાના અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે કઈ સત્તા અને અધિકારના આધારે ૧૮ મીટર વાળો રોડ ૧૨ મીટર કરી સૂચિત દરખાસ્ત સરકારમાં મોકલાવેલ છે. તે કંઈપણ જાતનો હક્ક અને અધિકાર વગરની દરખાસ્ત હોય. તેમજ રેવન્યુ સર્વે નં. ૯૮૧ અને ૧૦૨૨ના આંતરિક સવલતો કામ કરે છે. તેમાં આ રોડ ૧૨ મીટર વાળો ૮ મીટરથી પણ ઓછો સ્થળ પર છે. કારણ કે આ જમીન માલિકે દબાણ કરેલ છે,રસ્તા ખૂલ્લા કરેલ નથી, અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે આર્થિક વહીવટ કરીને સરકારમાં ખોટો દસ્તાવેજ કરેલ છે.
બધા લે-આઉટમાં ૧૮ મીટર રોડ છે. જુના ટિપ્પણમાં પણ ૧૮ મીટર રોડ છે. છતાં પણ ગેરકાયદે રીતે ૧૨ મીટરની સૂચિત દરખાસ્ત કરેલ છે. તે ગેરકાયદે છે. સીટી સર્વે કચેરીમાં પણ હાલ પેન્ડીંગ છે, નોંધ મંજુર થયેલ નથી. આ જમીન માલિક અને બિલ્ડરોએ રસ્તાનું દબાણ કરેલ છે, સ્થળ ઉપર ૧૮ મીટરનો ગાડા માર્ગ નથી, ૧૨ મીટરનો પણ નથી. ૮ મીટર કરતા પણ ઓછો સ્થળ પર રસ્તો હોય, અને તે રેકર્ડ ઉપર હોવા છતાં અધિકારીઓ સાથે મિલાપી ગેરકાયદે રીતે કોઈ હક્ક અધિકાર વગર દરખાસ્ત મુકેલ છે. તે ભૂલ ભરેલી અને કાયદા વિરૂદ્ધની છે.
આ અંગે વિરોધપક્ષ નેતા તરીકે ૨૦-૮-૨૦૨૫ના જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી કરેલ, પરંતુ તે પ્રશ્નની કોઈ માહિતી આપવામાં આવેલ નહીં. તેમજ બિલ્ડર શાશક પક્ષ સાથે જોડાયેલ હોય, જેથી જનરલ બોર્ડ જાણી જોઈને પૂરૃં કરી નાખવામાં આવેલ છે. વિપક્ષને બોલવાની પણ તક આપવામાં આવેલ નહીં. ચોક્કસ બિલ્ડરને ફાયદો કરાવવા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ આ રોડ ૧૮ મીટરમાંથી ૧૨ મીટર કરેલ છે. વિશેષમાં બિલ્ડર દ્વારા એવી કોઈ અરજી પણ આપવામાં આવેલ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial