Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સમીક્ષા માટે સાંસદ પૂનમબેન માડમે યોજી બેઠક

માર્ગો અને ખેડૂતોના પ્રશ્ને સકારાત્મક રહેવા અધિકારીઓને સૂચન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમે એનએચએઆઈ-નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે રોડ-રસ્તાની સમીક્ષા અંગે બેઠક યોજી હતી. સાંસદે કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં ધ્રોલ-ભાદરા પાટીયા-આમરણ-પીપળીયા નેશનલ હાઇવે ૧૫૧ છ માટે લગત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રશ્નોના ઉકેલ માટેની જિલ્લા સ્તરીય ખાસ પરામર્શ બેઠકમાં સાંસદે રોડ-રસ્તાઓ તથા ખેડૂતોને લગત રજુઆતો સાંભળી સકારાત્મક દિશામાં કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચન કર્યા હતા.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, પ્રાંત અધિકારીઓ, નેશનલ હાઈ-વે ઓફ ઓથોરીટીના અધિકારીઓ, અગ્રણીઓ, ખેડૂતો વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh