Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના અડધા પ્રદર્શન મેદાનમાં યોજાશે શ્રાવણી લોકમેળોઃ નાના મોટા ૪૩ પ્લોટની રચના

ટૂંક સમયમાં પ્લોટની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૫: જામનગર તા ૧૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ પ્રદર્શન મેદાનમાં આગામી તારીખ ૧૦ ઓગસ્ટ થી ૨૪ ઓગસ્ટ સુધીના ૧૫ દિવસના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેનો નકશો મહાનગરપાલિકા દ્વારા જારી કરાયો છે. જેમાં નાના-મોટા રમકડા સ્ટોલ રાઈ,ફૂડ ઝોન સહિતના ૪૩ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેની ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ થઈ   રહી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગત વર્ષના શ્રાવણી મેળા કરતાં ગ્રાઉન્ડ અડધું અને નાનુ થઈ જવાના કારણે છ પ્લોટ નો ઘટાડો કરાયો છે. જે પૈકી મશીન મનોરંજનની મોટી આઈટમ માટે છ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ચિલ્ડ્રન રાઈડ માટે આઠ ઉપરાંત રમકડાં માટેના પણ છ પ્લોટ પાડવામાં આવ્યા છે.

 આ ઉપરાંત ફૂડ ઝોન, હેન્ડ ઓપરેટેડ રાઈડ અને પોપકોર્ન ના સાત સાત પ્લોટ તથા આઈસ્ક્રીમના બે જૂથ માટેના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ રીતે કુલ ૪૩ પ્લોટ માં મેંળો યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદર્શન મેદાનમાં મેળા ની મુલાકાતે પ્રવેશનારા લોકો માટેના ત્રણ પ્રવેશ દ્વાર બનાવાયા છે, જ્યારે દર્શન મેદાનની ફરતે તમામ સાઈડ પરથી ઇમરજન્સી એક્ઝિટ ગેઇટ પણ બનાવાયા છે. જેથી ભીડભાડ ની સમસ્યા રહે, તો લોકોને ત્યાંથી બહાર કાઢી શકાય. તે માટે ની જગ્યા ફાળવીને રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત લોકોને પીવાના પાણી માટે બે વોટર પોઇન્ટ બનાવાયા છે. બે ટોયલેટ બ્લોક બનાવાયા છે. મહાનગરપાલિકા ની વ્યવસ્થા માટેની બે અલગ અલગ હંગામી ઓફીસ અને મેડિકલ ઉપરાંત ફાયર ટેન્ટ પણ અલગથી ઉભા કરાઈ રહૃાા છે. સાથે સાથે એક હંગામી પોલીસ ચોકી પણ  બનાવાઇ છે, જેમાં સીસીટીવી કેમેરાનો કંટ્રોલરૂમ જોડવામાં આવ્યો છે. ત્યારે મેળાની સુરક્ષા માટે બે વોચ ટાવર પણ ઊભા કરાશે. જે તમામ વ્યવસ્થા ની કામગીરી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવી રહી છે અને તેની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh