Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરમાં મળેલ બેઠકમાં શિક્ષણમંત્રી સમક્ષ શિક્ષક સંઘની વ્યાપક રજૂઆતો

શિક્ષકોનો નડતા વિવિધ પ્રશ્નો અંગે

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે શિક્ષણ સંબંધિત અગત્યના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા સાથેની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ સાથે શિક્ષક સંઘના પ્રમુખ સહિતનાઓ દ્વારા બેઠક કરીને શિક્ષકોને સ્પર્શતા પ્રશ્નો અંગે ચર્ચા અને રજૂઆતો કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર, શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક (શિક્ષક સંઘના પ્રમુખ) ચંદ્રકાંત ખાખરિયા, મહામંત્રી મનોજ પટેલ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં અને શિક્ષકને સ્પર્શતા પ્રશ્નો અંગે રજૂઆત-ચર્ચા કરી હતી.

જેમાં જિલા પંચાયતની શાળામાંથી બદલી થઈને આવતા જતા શિક્ષકોના પેન્શન કેસનું વિભાજન થાય છે. તેના બદલે નિવૃત્તિ સમયે એક જ જગ્યાએથી પેન્શન જવા અંગે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની જુની વીમા યોજના હેઠળ અન્ય સરકારની યોજના હેઠળ સમાવેશ કરવામાં આવે, સરકારના ઠરાવ અને હાઈકોર્ટના ચૂકાદા પછી બાકી રહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આશરે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા શિક્ષકોને એ-ગ્રેડનું એરિયર્સ, ઉચ્ચક નાણાકીય સહાયની સરકારની મંજુરીમાં હોય તેનો સત્વરે ઉકેલ લાવવા, તા. ૧-૪-ર૦૦પ પહેલાના જીપીએફ ખાતા ખોલવાની કાર્યવાહી ઝડપી કરવા, દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સરકાર દ્વારા મંજુર કરાયેલ હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને વર્ગ-૪ ની ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને નિયમિત ભરતી સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (નગર પાલિકાઓ) માં એક એક કેળવણી નિરીક્ષકની જગ્યા બઢતીથી ભરવા મંજુરી આપવા, વિદ્યા સહાયક તરીકે ફિક્સ પગારની નોકરીના સમયગાળાની મેડિકલ રજાઓ જમા લેવા, ર૦ર૩ અને ર૦ર૪ માં જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષકો છૂટા થઈ શકે તે માટે યોગ્ય ખર્ચા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા, પ્રાથમિક શિક્ષકોની તેમજ નિવૃત્તો માટે કેશલેશ સારવાર (હેલ્થ કાર્ડ) ની કાર્યવાહી ઝડપથી કરવા, વ્યાયામ શિક્ષકોની ભરતી માટેની કમિટીમાં અન્ય વિષયના શિક્ષકોની ભરતીની સમીક્ષા તથા તમામ માન્ય સંઘોને પ્રતિનિધિત્વ આપવા, મુંબઈ (ગુજરાત) પ્રાથમિક શિક્ષણ અધિનિયમનની કલમ હેઠળની જોગવાઈઓ અંશતઃ રદ કરવી અથવા સંપૂર્ણ રદ કરવાની સમીક્ષા કરવા, શિક્ષણ સેવા વર્ગ-૧ અને ર ની જગ્યા પર પ્રાથમિક શિક્ષકનો અનુભવ માન્ય ગણવા તેમજ નગર પ્રાથમિક સહિતિઓના શિક્ષકને વય મર્યાદામાંથી મુક્તિ આપી સળંગ સેવાના લાભો પરીક્ષા માટે માન્ય ગણવા, દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓને કાયમી વહીવટી સ્ટાફ ન ફાળવાય ત્યાં સુધી શાળા સહાયક યોજના હેઠળ પે-સેન્ટર માટે ફાળવેલ સ્ટાફ ઉપરાંત બે સહાયક ફાળવવા મંજુરી આપવા, સીઆરસી અને બીઆરસીનો કુલીંગ સમયગાળો કામગીરીની સમિક્ષાના આધારે રદ કરવામાં આવે, સીટીએસ સ્કોલરશીપ પોર્ટલ અને અન્ય વિદ્યાર્થી-શિક્ષક ડેટા સંબંધિત પોટેલ/એમની તમામ મુશ્કેલી દૂર કરી એક વખત આપેલ ડેટા કાયમ સચવાઈ રહે તેમજ એક જ પોર્ટલ પર તમામ યોજનાના લાભો મળી રહે તેવી વ્યવસ્થા કરવા, ગુણોત્સવના મૂલ્યાંકનના વિદ્યાર્થીની સરેરાશ હાજરી તેમજ સીઈટી જ્ઞાન સાધનના ગુણાંકની સમીક્ષા કરવા માટે કમિટીની રચના કરવામાં આવે, નવી શિક્ષણ નીતિ અનુસાર પ્રાથમિક શિક્ષકોના મહેકમમા શિક્ષકો-વિદ્યાર્થીઓ રેશિયો ઘડાટવા અંગે, અન્ય માધ્યમના શિક્ષકો ઉપલબ્ધ ન થતા હોય શિક્ષકોની ઘટ પૂરવા વૈકલ્પિક વ્યવસ્થા અંગે, મુખ્ય શિક્ષકોની પ્રમોશનની જગ્યા અને પ્રમોશનનો રેશિયો તેમજ અગાઉ પ્રમોશનથી વંચિત રહેલ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને પ્રમોશન અંગે સમીક્ષા કરવા અંગે, ઉચ્ચતર પગારધોરણ અને બઢતીના હેતુ માટે સીસીસીની મુદ્ત વધારવા માંગણી-રજૂઆત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh